Site icon

કૃતિ સેનન-ઓમ રાઉતના કિસ વિવાદ પર રામાયણની ‘સીતા’ દીપિકા ચીખલીયા એ આપી પ્રતિક્રિયા, કહ્યું કિસ તો દૂર ની વાત અમે તો….

કૃતિ સેનન અને ઓમ રાઉત વચ્ચેનો કિસ નો વિવાદ જોર પકડી રહ્યો છે. આ અંગે બંનેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન હવે 'સીતા' નિભાવી ચુકેલી દીપિકા ચીખલિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ramanand sagar ramayan sita actress dipika chikhlia reaction on adipurush director om raut and kriti sanon

કૃતિ સેનન-ઓમ રાઉતના કિસ વિવાદ પર રામાયણની ‘સીતા’ દીપિકા ચીખલીયા એ આપી પ્રતિક્રિયા, કહ્યું કિસ તો દૂર ની વાત અમે તો…

News Continuous Bureau | Mumbai

અભિનેતા પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ, અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ આદિપુરુષ 16 જૂને રિલીઝ થશે. ડિરેક્ટર ઓમ રાઉત અને કૃતિ સેનન રિલીઝ પહેલા કિસ કરીને વિવાદમાં આવી ગયા છે. આવી સ્થિતિમાં રામાનંદ સાગરની રામાયણમાં સીતા માતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Community

 

સીતા માતા ના પાત્ર ને લઇ ને દીપિકા ચીખલીયા એ કહી આ વાત 

 એક મીડિયા હાઉસ સાથે વાત કરતા દીપિકા ચીખલીયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે,, ‘મને લાગે છે કે આજના કલાકારોની આ એક મોટી સમસ્યા છે કે તેઓ ન તો પાત્રમાં પ્રવેશી શકે છે અને ન તો તેમની લાગણીઓને સમજી શકે છે. તેમના માટે રામાયણ માત્ર એક ફિલ્મ રહી હશે. ભાગ્યે જ તેણે તેનો આત્મા તેમાં નાખ્યો હશે. જુઓ, કૃતિ આજની પેઢીની અભિનેત્રી છે.આજના યુગમાં કોઈને ચુંબન કરવું કે ગળે લગાડવું એ એક મીઠી ચેષ્ટા ગણાય છે. તે પોતાની જાતને ક્યારેય સીતાજી નહીં સમજી હોય. લાગણીની વાત છે, મેં સીતાનું પાત્ર જીવ્યું છે, જ્યારે આજની અભિનેત્રીઓ તેને માત્ર એક રોલ તરીકે નિભાવે છે. ફિલ્મ કે પ્રોજેક્ટ પૂરો થયા પછી તેમને કોઈ ફરક નથી પડતો.’

 

 દીપિકા ચીખલીયા એ કિસ ને લઇ ને કહી આ વાત 

દીપિકા આગળ કહે છે, ‘હવે અમારા વિશે વાત કરીએ તો અમારા સેટ પર કોઈની હિંમત નહોતી કે અમને નામથી બોલાવે. જ્યારે અમે અમારા પાત્ર માં હતા ત્યારે સેટ પરથી જ ઘણા લોકો આવીને અમારા પગ સ્પર્શ કરતા હતા. એ જમાનો જુદો હતો. તે સમયે લોકો મને એક્ટર નહોતા માનતા, તેઓ મને ભગવાન માનતા હતા. અમે તોકોઈને ગળે પણ નહોતા શકતા કિસ તો બહુ દૂરની વાત થઇ ગઈ. આદિપુરુષની રિલીઝ પછી, બધા કલાકારો તેમના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ જશે અને કદાચ પાત્રને ભૂલી જશે, પરંતુ અમારી સાથે આવું ક્યારેય બન્યું નથી. અમારી સાથે એવું વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે અમે ભગવાન છીએ જે ઉપરથી ક્યાંક આવીને આ દુનિયામાં જીવી રહ્યા છીએ. આ જ કારણ છે કે અમે પણ એવું કંઈ નથી કર્યું જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે.’

આ સમાચાર પણ વાંચો: ઓમ રાઉતે મંદિરની સામે કૃતિ સેનન સાથે કર્યું એવું કૃત્ય કે, ગુસ્સે થઇ ગયા ભાજપના નેતા, વીડિયો શેર કરીને ઉઠાવ્યા સવાલ

Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ
Smriti Irani Reveals Fun Fact: સ્મૃતિ ઈરાની અને તેમના ઓન-સ્ક્રીન પુત્ર વચ્ચે છે અનોખું જોડાણ, એક્ટિંગ પહેલા એક જ ક્લાસમાં લેતા હતા શિક્ષણ
Anupamaa Spoiler Alert: અનુજ કપડિયાની એન્ટ્રીથી શોમાં આવશે નવો વળાંક, બિલ્ડરના કાવતરા સામે અનુપમાનો ‘કૃષ્ણ નીતિ’ પ્લાન
Exit mobile version