Site icon News Continuous Bureau | Mumbai

Ramayan Actress Urmila Bhatt: ‘રામાયણ’ની ‘આ’ અભિનેત્રીની થઇ હતી નિર્મમ હત્યા, વર્ષો પછી પણ હત્યારો અજાણ

Ramayan Actress Urmila Bhatt: 'રામાયણ' નામની કલ્ટ-ક્લાસિક સિરીઝે ઘણા અભિનેતાઓઅને અભિનેત્રીઓને પ્રસિદ્ધિના શિખર પર પહોંચાડ્યા. તેમાંથી એક હતા ઉર્મિલા ભટ્ટ, જેમણે આ શોમાં માતા સીતાની માતા મહારાણી સુનૈનાની ભૂમિકા ભજવી હતી.

Ramayan Actress Urmila Bhatt Brutal Murder Still Unsolved After Decades

Ramayan Actress Urmila Bhatt Brutal Murder Still Unsolved After Decades

News Continuous Bureau | Mumbai

Ramayan Actress Urmila Bhatt: રામાનંદ સાગરની પૌરાણિક  સિરીઝ ‘રામાયણ’ અને તેના કલાકારોએ દર્શકોના મનમાં એક અવિચળ સ્થાન બનાવ્યું છે. આ સિરીઝ ટેલિવિઝન પર પ્રસારિત થઈ ત્યારથી આજ સુધી દર્શકોએ ‘રામાયણ’ પર ભરપૂર પ્રેમ વરસાવ્યો છે. ‘રામાયણ’ 1987 થી 1988 દરમિયાન ડીડી નેશનલ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યું હતું ટેલિવિઝનના નાના પડદા પર છવાયેલી આ સિરીઝમાં અન્ય ઘણા કલાકારો પણ ચમક્યા હતા, તેમાંથી એક હતા ઉર્મિલા ભટ્ટ. તેમણે આ સિરીઝમાં માતા સીતાની માતા મહારાણી સુનૈનાની ભૂમિકા ભજવી હતી. પરંતુ, ઓનસ્ક્રીન ચમકેલા આ અભિનેત્રીના વાસ્તવિક જીવનમાં તેમની અત્યંત નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.જે આજે પણ અનસોલ્વ્ડ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Metro In Dino OTT Release: થિયેટર માં ધૂમ મચાવી રહેલી મેટ્રો ઈન દીનો ના ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

ઉર્મિલા ભટ્ટની હત્યા કેવી રીતે થઈ?

એક દિવસ ઉર્મિલા ભટ્ટ ના અચાનક મૃત્યુના સમાચાર આવ્યા અને આખી ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ. ખરેખર, તેમનું મૃત્યુ કોઈ બીમારીને કારણે કે અકસ્માતને કારણે થયું ન હતું, પરંતુ તેમની નિર્મમ હત્યા કરવામાં આવેલી અને તેઓ તેમના રહેઠાણ પર લોહીના ખાબોચિયામાં પડેલા મળી આવ્યા હતા.જ્યારે ઉર્મિલા ભટ્ટના જમાઈ તેમને મળવા આવ્યા ત્યારે ઘરના દરવાજા પર કોઈ જવાબ ન મળતાં તેમણે પત્નીને ફોન કર્યો. બંને ઘરમાં પ્રવેશ્યા ત્યારે ઘર વિખેરાયેલું હતું અને ઉર્મિલાનો મૃતદેહ લોહીના ખાબોચિયા માં પડેલો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેમના હાથ-પગ બાંધવામાં આવ્યા હતા અને ગળા પર ચાકૂથી ઘા મારવામાં આવ્યા હતા.


પોલીસે આ કેસને લૂંટના પ્રયાસ સાથે જોડ્યો હતો, પરંતુ આજે પણ હત્યારો પકડાયા નથી. ઉર્મિલા ભટ્ટના પતિ તે સમયે બરોડા ગયા હતા અને તેઓ ઘરમાં એકલી હતી. તેમના મૃત્યુ સમયે ઉંમર 63 વર્ષ હતી. આ હત્યાએ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shagun Sharma Khatron Ke Khiladi 15| ‘‘બહુ ગોરી’ હોવાને કારણે કરિયરમાં મળ્યા રિજેક્શન, હવે ‘ખતરોં કે ખિલાડી’માં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે આ હસીના!
Raja Shivaji Shooting Locations|ઐતિહાસિક પહાડો અને અભેદ્ય કિલ્લાઓ! ‘રાજા શિવાજી’ના શૂટિંગ માટે રિતેશે પસંદ કર્યા આ ખાસ સ્થળો
Aditya Dhar Instagram Post| ઓજસ ગૌતમના ફેન બન્યા આદિત્ય ધર! ‘ધુરંધર’માં સાળાના પર્ફોર્મન્સ પર આદિત્યની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Gaurav Gera Dhurandhar Movie| ‘ડાર્લિંગ ડાર્લિંગ દિલ ક્યું તોડા’, કેવી રીતે બન્યો ધુરંધરનો લોકપ્રિય ડાયલોગ? ગૌરવ ગેરાએ કર્યો ખુલાસો
Exit mobile version