Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya Ram mandir: રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા માટે લખનપુર થી અયોધ્યા જવા રવાના થયા રામાયણ ના લક્ષ્મણ,સુનિલ લહરી એ વિડીયો દ્વારા ચાહકો ને કરી આ ખાસ અપીલ

Ayodhya Ram mandir: આજે ભગવાન રામ તેમના મંદિરમાં બિરાજમાન થશે. આ ખાસ અવસર પર રામાનંદ સાગર ની રામાયણમાં લક્ષ્મણ નું પાત્ર ભજવી ચૂકેલા અભિનેતા સુનિલ લહરી પણ હાજરી આપશે. આ અવસર પર સુનિલ લહરી એ પોતાની ખુશી વ્યક્ત કરતા એક વિડીયો શેર કર્યો છે અને ચાહકો ને એક ખાસ અપીલ પણ કરી છે.

ramayan laxman aka sunil lahri post video and request to fan dont miss pran pratishtha ceremony

ramayan laxman aka sunil lahri post video and request to fan dont miss pran pratishtha ceremony

News Continuous Bureau | Mumbai

Ayodhya Ram mandir: આજે દેશભર માં ઉત્સવ નું વાતાવરણ છે. આજે રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા નો દિવસ છે. આ ખાસ અવસર પર ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં રામાનંદ સાગર ની લોકપ્રિય સિરિયલ રામાયણ માં લક્ષ્મણ નું પાત્ર ભજવી ચૂકેલા અભિનેતા સુનિલ લહરી ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.આ દરમિયાન સુનિલ લહરી એ પોતાની ખુશી વ્યક્ત કરતો એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં ચાહકો ને એક ખાસ અપીલ પર કરી છે. 

Join Our WhatsApp Channel

 

સુનિલ લહરી એ પોસ્ટ કર્યો વિડીયો 

સુનિલ લહરી એ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, “નમસ્કાર મારા પ્રિય મિત્રો, હું અત્યારે લક્ષ્મણજીના શહેર લખનપુરમાં છું. આ શહેર રામજીએ લક્ષ્મણજીને ભેટમાં આપ્યું હતું.” વિડિયોમાં, સુનીલ લહરી તેમની હોટલના રૂમની બારી બહારનું દૃશ્ય બતાવતા જણાવે છે કે જો કોઈને શિયાળામાં પહેરવા માટે ગરમ કપડા અને સારો ખોરાક મળે તો તે ખુશ થાય છે.આગળ તેમને જણાવ્યું કે, હવે તે અયોધ્યા જવા રવાના થઈ રહ્યા છે જ્યાં તે રામ મંદિરમાં ભગવાન શ્રી રામના અભિષેકનો ભાગ બનશે.


વીડિયોના કેપ્શનમાં સુનિલ લહરી એ લખ્યું છે કે, “હું રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે લખનપુર એટલે કે લખનઉથી અયોધ્યા માટે રવાના થઈ રહ્યો છું. તમે બધા તમારા ઘરમાં રહો અને ટીવી દ્વારા જુઓ અને પ્રાણ પ્રતિષ્ઠાનો ભાગ બનો. જય શ્રી રામ.” 

આ સમાચાર પણ વાંચો : Ram mandir: રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે રજા રાખશે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, લગભગ આટલા શૂટ થયા રદ

 

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version