Site icon

Deepika Chikhalia : 33 વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહી છે ‘રામાયણ’ની સીતા, આ નવા શોમાં જોવા મળશે દીપિકા ચીખલિયા

Deepika Chikhalia : ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી દીપિકા ચીખલીયા 'રામાયણ'ની સીતાના રોલ માટે જાણીતી છે. હવે 33 વર્ષ બાદ અભિનેત્રી ટીવી ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરવા જઈ રહી છે.

ramayan-sita-aka-dipika-chikhlia-return-to-tv-with-new-show

ramayan-sita-aka-dipika-chikhlia-return-to-tv-with-new-show

News Continuous Bureau | Mumbai 

Deepika Chikhalia : દીપિકા ચીખલિયા ટીવીની તે અભિનેત્રી છે, જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. દરેક વ્યક્તિ દીપિકાને તેના પાત્રથી ઓળખે છે. દીપિકા ચીખલિયાએ ‘રામાયણ'(Ramayan) માં સીતાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં એક અલગ જ સ્થાન લીધું છે. ચાહકો તેને રામાનંદ સાગરના ટીવી શો ‘રામાયણ’ના સમયથી ઓળખે છે. દીપિકા હવે એક નવા શો સાથે પાછી(comeback) ફરી છે, જેની વાર્તા અયોધ્યાની પૃષ્ઠભૂમિ પર સેટ છે. આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દીપિકા ચિખલિયાનો નવો લૂક જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

દીપિકા ચીખલીયા ની નાના પડદા પર વાપસી

દીપિકા ચીખલિયા લગભગ 33 વર્ષ પછી ફરી એકવાર નાના પડદા પર વાપસી કરી રહી છે. તેના નવા શોનું નામ ‘ધરતીપુત્ર નંદિની’ છે. આ શોના વિડિયોમાં તમને દીપિકાનો દમદાર રોલ જોવા મળશે. દીપિકાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ શોનો પ્રોમો શેર કર્યો છે. આ શોમાં તમે ‘રામાયણ’ની માતા સીતાને એક નવા રૂપમાં જોવાના છો. આ શો તેના જ પ્રોડક્શન હાઉસનો છે. તેની વાર્તા અયોધ્યાની છે.

 

દીપિકા ચીખલીયા ના શો ની વાર્તા

આ શોમાં દીપિકા ચિખલિયાના પાત્રનું નામ સુમિત્રા છે. પ્રોમોની વાર્તા શગુન શેઠ દ્વારા ભજવવામાં આવેલી નંદિની નામની છોકરીની આસપાસ ફરે છે. આ શોની વાર્તા મહિલાઓ પર કેન્દ્રિત છે. આ શોમાં દીપિકા ચીખલીયા સ્ટ્રોંગ લેડીના રોલમાં જોવા મળશે. જણાવી દઈએ કે સીરિયલ ‘ધરતીપુત્ર નંદિની'(Dhartiputri Nandni) પહેલા અભિનેત્રીએ કેટલીક ફિલ્મો પણ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Pune Crime News: પૂણે ISIS મોડ્યુલ કેસમાં NIAને મળી વધુ એક મોટી સફળતા, કોંધવામાં NIAના ફરી દરોડા.. જાણો શું છે આ સમ્રગ પ્રકરણ…

 

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version