Site icon News Continuous Bureau | Mumbai

Ramayana: રામાયણ ના સેટ પરથી તસવીરો થઇ લીક, રાજા દશરથ ના રોલ માં અરુણ ગોવિલ તો કૈકેયી ના ગેટઅપ માં જોવા મળી આ અભિનેત્રી

Ramayana: રણબીર કપૂર ની ફિલ્મ રામાયણ નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મ ના સેટ પર નો એક વિડીયો પણ વાયરલ થયો હતો. હવે સેટ પરથી કેટલીક તસવીરો લીક થઇ છે જેમાં રાજા દશરથ ના ગેટઅપ માં અરુણ ગોવિલ જોવા મળી રહ્યો છે.

ramayana shooting start arun govil work as dashrath and lara dutta as kaikey

ramayana shooting start arun govil work as dashrath and lara dutta as kaikey

News Continuous Bureau | Mumbai

Ramayana: નિતેશ તિવારી ની રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ તેની સ્તરકાસ્ટ ને કારણે પણ ચર્ચામાં રહી છે. હવે રણબીર કપૂર ની ફિલ્મ રામાયણ નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. થોડા સમય પહેલા ફિલ્મ ના સેટ પર નો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં ભવ્ય સેટ જોવા મળ્યો હતો. હવે સેટ પરથી કેટલીક તસવીરો લીક થઇ છે જેમાં રાજા દશરથ ના ગેટઅપ માં અરુણ ગોવિલ તો રાણી કૈકેયી ના ગેટઅપ માં અભિનેત્રી લારા દત્તા જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupamaa: ભારત ના આ મહાન વ્યક્તિ થી પ્રેરિત છે અનુપમા નું ગુજરાતી ઉચ્ચારણ, રૂપાલી ગાંગુલી એ કર્યો ખુલાસો

 

રામાયણ ના સેટ પરથી તસવીરો થઇ લીક 

એક ન્યૂઝ પોર્ટલ પર શેર કરવામાં આવેલી આ તસવીરો માં અરુણ ગોવિલ રાજા દશરથના લુકમાં જોવા મળી રહ્યો છે જેમાં તે નાના રામ, લક્ષ્મણ અને ભરત સાથે વાત કરી રહ્યો છે. આ સાથે જ લારા દત્તા કૈકેયીના લૂકમાં જોવા મળી રહી છે. આ સિવાય લારા દત્તા સાથે શીબા ચઢ્ઢા પણ જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર શિબા મંથરા નું પાત્ર ભજવી રહી છે. 


નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર ઉપરાંત સાઈ પલ્લવી, સની દેઓલ, બોબી દેઓલ, સાઉથ  સુપરસ્ટાર યશ, વિજય સેતુપતિ સહિતના ઘણા મોટા સ્ટાર્સ જોવા મળવાના છે. આ ફિલ્મમાં ઘણા ટીવી સ્ટાર્સ પણ એન્ટ્રી કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version