Site icon News Continuous Bureau | Mumbai

Ramayanam Cast: શું તમે ઓળખો છો ‘રામાયણમ્’ ના ઈન્દ્રને? અમિતાભ બચ્ચન સાથે છે ખાસ કનેક્શન, રણભૂમિમાં યશ સાથે ટકરાશે

Ramayanam Cast: રણબીર કપૂરની રામાયણમાં કુણાલ કપૂરનો દમદાર લુક; ₹4000 કરોડના બજેટની ફિલ્મમાં ઈન્દ્ર અને રાવણ વચ્ચે જોવા મળશે હાઈ-વોલ્ટેજ એક્શન

Ramayanam Cast: Amitabh Bachchan’s Son-in-Law Kunal Kapoor to Play Devraj Indra

Ramayanam Cast: Amitabh Bachchan’s Son-in-Law Kunal Kapoor to Play Devraj Indra

News Continuous Bureau | Mumbai

Ramayanam Cast:  બોલીવુડના દિગ્ગજ નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણમ્’ તેના ભવ્ય સેટ્સ અને દિગ્ગજ કલાકારોને કારણે અત્યારે ટોક ઓફ ધ ટાઉન છે. રણબીર કપૂરના રામ અવતારના ટીઝરે ચાહકોમાં ભારે ઉત્તેજના જગાવી છે. આ ફિલ્મમાં દેવરાજ ઈન્દ્રના મહત્વના રોલમાં એક્ટર કુણાલ કપૂર જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે કુણાલ કપૂર વાસ્તવિક જીવનમાં અમિતાભ બચ્ચનના જમાઈ (ભત્રીજા જમાઈ) છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ramayana Teaser: ‘ટીવીની ‘સીતા’ના બદલાયા સૂર! રણબીર કપૂરની ‘રામાયણ’ જોઈ દીપિકા ચિખલિયા થઈ ફિદા, પહેલા વિરોધ અને હવે વખાણ?

કુણાલ કપૂર અને અમિતાભ બચ્ચન વચ્ચે શું છે સંબંધ?

ઘણા લોકો જાણતા નથી કે કુણાલ કપૂરનો બચ્ચન પરિવાર સાથે નજીકનો સંબંધ છે. કુણાલ કપૂરના લગ્ન નૈના બચ્ચન સાથે થયા છે. નૈના એ અમિતાભ બચ્ચનના નાના ભાઈ અજીતાભ બચ્ચન અને રમોલા બચ્ચનની પુત્રી છે. અજીતાભ એક જાણીતા બિઝનેસમેન છે જેઓ વર્ષોથી લંડનમાં સ્થાયી થયા છે. આમ, કુણાલ કપૂર સત્તાવાર રીતે બચ્ચન પરિવારના જમાઈ છે.


ફિલ્મમાં કુણાલ કપૂર દેવરાજ ઈન્દ્રની ભૂમિકા ભજવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, ફિલ્મમાં ઈન્દ્ર અને ‘રાવણ’ બનેલા કેજીએફ સ્ટાર યશ વચ્ચે એક ભવ્ય યુદ્ધનું દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું છે. કુણાલ કપૂરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “આ ફિલ્મ આપણી સાંસ્કૃતિક ઓળખનો મહત્વનો હિસ્સો છે. મને લાગે છે કે પ્રેક્ષકો આ ભવ્યતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે.”‘રામાયણમ્’ માં રણબીર કપૂર રામના રોલમાં, સાઈ પલ્લવી સીતાના રોલમાં અને યશ રાવણના રોલમાં જોવા મળશે. સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં છે. જ્યારે કાજલ અગ્રવાલ મંદોદરી અને રકુલ પ્રીત સિંહ શૂર્પણખાના પાત્રમાં નજરે પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version