Site icon News Continuous Bureau | Mumbai

સલમાન ખાન ની આ અભિનેત્રી નો થયો કાર એક્સિડન્ટ-પોસ્ટ શેર કરી આપી માહિતી

News Continuous Bureau | Mumbai

બોલીવુડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી રંભા(Actress Rambha) વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રંભા ની કારને અકસ્માત(car accident) થયો છે. આ અકસ્માતમાં રંભાની કારના  ભુક્કે ભુક્કા થઇ ગયા હતા. કારમાં અભિનેત્રીના બાળકો અને તેમની આયા પણ હાજર હતી. અભિનેત્રીની પુત્રીને હોસ્પિટલમાં દાખલ(hospital admit) કરવામાં આવી છે. અભિનેત્રી રંભાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ(Instagram) પર કાર અકસ્માતના આઘાતજનક સમાચાર તેના ચાહકો સાથે શેર કર્યા છે. તેણે કારની તસવીરો પણ શેર કરી છે. ફોટામાં તમે જોઈ શકો છો કે રંભાની કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જો કે, તેણીને વધુ ઈજાઓ થઈ નથી.

Join Our WhatsApp Channel

પ્રશંસકો સાથે અકસ્માતના દુઃખદ સમાચાર શેર કરતા, રંભાએ તેની પોસ્ટમાં લખ્યું – ‘શાળામાંથી બાળકોને લાવતી વખતે અમારી કાર બીજી કાર સાથે અથડાઈ(accident).મારી સાથે કારમાં બાળકો અને આયા હતી. અમે બધા સુરક્ષિત છીએ.અમને નાની-મોટી ઈજાઓ થઈ છે. પરંતુ મારી નાની સાશા હજી હોસ્પિટલમાં(hospital) છે. કૃપા કરીને અમારા માટે પ્રાર્થના(pray) કરો. તમારી પ્રાર્થના અમારા માટે ખુબ મહત્વની છે.’ કારના ફોટા શેર કરવાની સાથે રંભાએ હોસ્પિટલના રૂમમાંથી તેની પુત્રીનો ફોટો પણ શેર કર્યો છે.રંભાની પુત્રી હોસ્પિટલના પલંગ પર પડેલી જોવા મળે છે. તબીબો(doctors) તેમની સારવાર કરી રહ્યા છે. રંભાએ ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી છે. 

આ સમાચાર પણ વાંચો : સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી સામંથા ને થઇ આ દુર્લભ બીમારી-પોસ્ટ શેર કરી વ્યક્ત કરી પોતાની પીડા

રંભાની પોસ્ટ પર કોમેન્ટ (comment)કરીને સેલેબ્સ અને ફેન્સ તેની હાલત પૂછી રહ્યા છે અને તેની દીકરીના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો રંભાને આ મુશ્કેલ સમયમાં મજબૂત બનવાની સલાહ પણ આપી રહ્યા છે. રંભાની પોસ્ટ સોશિયલ મીડિયા (social media)પર શેર કરવામાં આવી રહી છે. રંભાના અકસ્માતના સમાચારે ચાહકોને પરેશાન કરી દીધા છે. 

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version