Site icon News Continuous Bureau | Mumbai

Ranbir-Alia: માત્ર બે મહિનામાં રણબીર અને આલિયા એ ખર્ચ કર્યા અધધ આટલા કરોડ રૂપિયા, આ વસ્તુ પાછળ ખર્ચ્યા પૈસા

Ranbir-Alia: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના વૈભવી જીવન માટે જાણીતા છે. તમને વિશ્વાસ નહીં થાય છે માત્ર બે જ મહિનામાં રણબીર અને આલિયા એ 10 થી 11 કરોડ રૂપિયા ખર્ચી કાઢ્યા છે. કપલે એક નવી લક્ઝરી કાર ખરીદી છે જેની કિંમત જાણી ને તમારા પણ હોશ ઉડી જશે.

ranbir alia bought a new luxurious lexus car

ranbir alia bought a new luxurious lexus car

News Continuous Bureau | Mumbai 

Ranbir-Alia: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડ નું પાવર કપલ છે.આ ઉપરાંત રણબીર અને આલિયા તેમના વૈભવી જીવન માટે પણ જાણીતા છે. તમને જાણી ને નવાઈ લાગશે કે માત્ર બે જ મહિનામાં રણબીર અને આલિયા એ 10 થી 11 કરોડ રૂપિયા નો ખર્ચ કર્યો છે. રણબીર અને આલિયા પાસે ઘણી લક્ઝરી કાર છે હવે આ કાર માં વધુ એક નો ઉમેરો થયો છે. જી હા રણબીર અને આલિયા એ તાજેતર માં એક લક્ઝરી કાર ખરીદી છે જેની કિંમત કરોડો માં છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranbir kapoor and alia bhatt: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન એટેન્ડ કરી મુંબઈ પરત ફર્યા રણબીર અને આલિયા, દીકરી રાહા ની આ હરકત એ જીત્યા લોકો ના દિલ

રણબીર – આલિયા ની નવી કાર 

રણબીર અને આલિયા ની આ નવી કાર Lexus LM 350h છે. મીડિયા રિપોર્ટ મુજબ આ કારની શરૂઆતની કિંમત 2 થી 3 કરોડ છે. તે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક છે અને તેનું ઇન્ટિરિયર પણ એકદમ લક્ઝુરિયસ છે. પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, રણબીર અને આલિયા ની નવી કાર મુંબઈના બાંદ્રામાં તેમના એપાર્ટમેન્ટ વાસ્તુમાં પ્રવેશતી જોવા મળી હતી.જોકે આ કાર માં રણબીર કે આલિયા જોવા મળ્યા નહોતા. તમને જાણવી દઈએ કે રણબીર કપૂરે માત્ર બે મહિના પહેલા, બેન્ટલી કોન્ટિનેંટલ જીટી વી8 કાર ખરીદી હતી જેની કિંમત કરોડોમાં હતી. આ ઉપરાંત, તેણે એપ્રિલ 2024માં ઘેરા વાદળી રંગની બેન્ટલી પણ ખરીદી હતી, જેની બજાર કિંમત 7 થી 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 


તમને જણાવી દઈએ કે તાજેતર માં રણબીર અને આલિયા અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપી મુંબઈ પરત ફર્યા હતા. જ્યાં તેમની તેમની દીકરી રાહા સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Satluj Film Controversy ‘સતલજ’ ફિલ્મ વિવાદમાં નવો ટ્વિસ્ટ હાઈલેવલ કમિટીની રચના, સેન્સર બોર્ડની મંજૂરી વગર રિલીઝનો દાવો…
Exit mobile version