Site icon

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક નહીં પરંતુ બે રિસેપ્શન નું કરશે આયોજન, આ સેલેબ્સને મોકલવામાં આવ્યા છે આમંત્રણ; જાણો ક્યારે અને ક્યાં થશે પાર્ટી

News Continuous Bureau | Mumbai

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન બી-ટાઉનમાં સૌથી વધુ ચર્ચિત વિષયો માં નો એક છે. રિપોર્ટ્સ અનુસાર બંને 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આલિયા તેના લગ્નમાં સબ્યસાચીનો ડિઝાઈન કરેલો લહેંગા પહેરશે. ફંક્શન અંગેના તમામ પ્રકારના સમાચારો દરરોજ બહાર આવી રહ્યા છે. જો કે દંપતીએ લગ્ન વિશે સત્તાવાર કંઈ કહ્યું નથી, પરંતુ તેમના પરિવારના કેટલાક સભ્યોએ તેની પુષ્ટિ કરી છે.એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન પછી એક નહીં પરંતુ બે રિસેપ્શન પાર્ટી આપશે. આ પાર્ટીમાં બંને ઘણા બી-ટાઉન સેલેબ્સને આમંત્રિત કરશે. આ પાર્ટી ખૂબ જ ભવ્ય બનવાની છે. રણબીર અને આલિયા 16 અને 17 એપ્રિલે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. 

Join Our WhatsApp Community

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તાજમાં આલિયા અને રણબીરના લગ્નમાં હાજરી આપનાર પસંદગીના મહેમાનો માટે પહેલેથી જ રૂમ બુક કરવામાં આવ્યા છે. મહેમાન માટે સંપૂર્ણ ફ્લોર બુક છે, જેમાં સામાન્ય લોકોને ફરવાની છૂટ નથી. વાસ્તવમાં, એવી ચર્ચા છે કે આ રિસેપ્શનમાં બોલિવૂડના મહાનુભાવો અને ઉદ્યોગ કલાકારો હાજરી આપશે.સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે શાહરૂખ ખાનથી લઈને દીપિકા પાદુકોણ સુધીના દરેકને રિસેપ્શનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. કેટરિંગ તાજ દ્વારા કરવામાં આવશે અને રિસેપ્શનમાં ઇટાલિયન, મેક્સિકન, પંજાબી અને અફઘાની ફૂડના સ્ટોલ હશે. આલિયા ભટ્ટ શાકાહારી છે અને તેની પસંદગીઓ અને મહેમાનોને ધ્યાનમાં રાખીને, શાકાહારી ખોરાક માટે કુલ 25 અલગ-અલગ કાઉન્ટર હશે.

આ સમાચાર પણ વાંચો : આ જગ્યાએ થશે રણબીર-આલિયાનું ભવ્ય રિસેપ્શન, તારીખ પણ થઇ જાહેર! ખાસ મહેમાનો લગાવશે પાર્ટીમાં ચાર ચાંદ; જાણો વિગત

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 16 અને 17 એપ્રિલે તેમના ઇન્ડસ્ટ્રી ના  સાથીઓ માટે બે ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરશે. થોડા દિવસો પહેલા, એક મીડિયા હાઉસે તેમના અતિથિઓની સૂચિને વિશિષ્ટ રીતે જાહેર કરી હતી. એક સ્ત્રોત શેર કરે છે, "રણબીર અને આલિયાના લગ્નનું રિસેપ્શન એક મોટું ફેટ વેડિંગ હશે. જેમાં શાહરૂખ ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, અયાન મુખર્જી, આદિત્ય રોય કપૂર, અર્જુન કપૂર, કરણ જોહર… જેવી બોલિવૂડની હસ્તીઓ હાજરી આપશે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version