Site icon

Ranbir alia shahrukh: એક જ ફ્રેમ માં જોવા મળ્યા રણબીર આલિયા અને શાહરુખ ખાન, આ પ્રોજેક્ટ માટે મિલાવ્યો હાથ, જુઓ વિડીયો

ranbir kapoor alia bhatt and sharukh khan came together in the steel company advertise

ranbir kapoor alia bhatt and sharukh khan came together in the steel company advertise

News Continuous Bureau | Mumbai

 Ranbir alia shahrukh:ગઈકાલે બોલિવૂડ એક્ટર રણબીર કપૂરનો જન્મદિવસ હતો, આ  અવસર પર તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. તેમજ અભિનેતા ને વધુ એક સરપ્રાઈઝ મળી હતી. એક સ્ટીલ બ્રાન્ડે તેને, તેની પત્ની આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાનને દર્શાવતી નવી જાહેરાત રજૂ કરી હતી. આમાં કિંગ ખાનની ‘જવાન’ ફિલ્મ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે.

 

એક એડ માં સાથે જોવા મળ્યા રણબીર આલિયા અને શાહરુખ ખાન 

બોલિવૂડ પાવર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટીલ બ્રાન્ડ માટે જાહેરાત કરી છે. આ જાહેરાત માં બોલિવૂડ નો કિંગ ખાન શાહરૂખ ખાન પણ જોવા મળી રહ્યો છે. લોકપ્રિય સ્ટીલ બ્રાન્ડની નવી જાહેરાતમાં, ત્રણેય સ્ટાર્સને જવાન થીમથી પ્રેરિત ટ્રેક દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જે અનિરુદ્ધ રવિચંદર દ્વારા રચિત છે અને ગ્રેમી એવોર્ડ નામાંકિત રેપર રાજકુમારીએ ગાયું છે.


જાહેરાતમાં ટ્રેક આ રીતે શરૂ થાય છે, “આરકે નું છે વંડર , આલિયા છે એક શોસ્ટોપર, રૂંગટા સ્ટીલ્સનો કિંગ ખાન છે ગર્જના જેવો.” ત્રણેય સ્ટાર્સ પછી મેચિંગ બ્લેક પોશાક પહેરીને, બ્રાન્ડના સ્ટીલના સળિયાને પકડીને અને સમૂહગીતમાં બ્રાન્ડની ટેગ લાઇનનો ઉચ્ચાર કરે છે. સ્ટીલ બ્રાન્ડના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેપ્શન લખ્યું  છે, “પિક્ચર અભી બાકી હે”. જે દર્શાવે છે કે ટૂંક સમયમાં મોટી જાહેરાત જોવા મળી શકે છે. તેના પર ચાહકોએ ઘણી કોમેન્ટ કરી છે. યુઝર્સે ત્રણેયને ફિલ્મમાં સાથે જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આ સમાચાર પણ વાંચો: Dunki: ડંકી ના મેકર્સે ફિલ્મ ને લઇ ને બનાવ્યો નવો પ્લાન, વિદેશમાં 22 ડિસેમ્બરે નહીં આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

Exit mobile version