News Continuous Bureau | Mumbai
Ranbir-alia: રણબીર- આલિયા ની દીકરી રાહા જ્યારથી જન્મી છે ત્યારથી ફેન્સ તેનો ચહેરો જોવા માંગતા હતા. લોકો એ પણ કયાસ લગાવી રહ્યા હતા કે રાહા કોના જેવી દેખાતી હશે? હવે ચાહકો ના આ સવાલ નો અંત આવ્યો છે. રણબીર- આલિયા એ ક્રિસમસ ના અવસર પર તેમની દીકરી રાહા નો ચહેરો ચાહકો ને બતાવ્યો છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રાહા ની ક્યુટનેસ અને તેની નીલી આંખો જોઈ ચાહકો તેની સરખામણી દાદા રિશી કપૂર સાથે કરી રહ્યા છે.
રણબીર-આલિયા એ બતાવી રાહા ની ઝલક
સોશિયલ મીડિયા પર રણબીર આલિયા નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રણબીર કપૂર તેની ગાડી માંથી ઉતરી રહ્યો છે તેના હાથમાં તેની દીકરી રાહા કપૂર છે અને સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે. કપલ તેમની દીકરી ને લઈને પાપારાઝી સામે આવે છે. આ દરમિયાન રણબીર કપૂરે તેની દીકરી રાહા ને ઉચકી હતી. પાપારાઝી રાહા ની ક્યુટનેસ પર ફિદા થઇ જાય છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દીકરી રાહા કપૂરનો વીડિયો જોઈને ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. આ વીડિયો પર કોમેન્ટ કરતી વખતે યુઝર્સે રાહા ની સરખામણી દાદા રિશી કપૂર સાથે કરી તો ઘણાએ તેની નીલી આંખો જોઈ કહ્યું કે તે તેના પરદાદા રાજ કપૂર જેવી લાગે છે. અન્યૂ યુઝર્સે રાહા ને આલિયા ભટ્ટ કરતા પણ વધુ સુંદર ગણાવી હતી.
આ સમાચાર પણ વાંચો : Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી જોઈ દીકરા અબરામ ખાન નું આવું હતું રિએક્શન, કિંગ ખાને કર્યો ખુલાસો