Site icon

શું રણબીર કપૂર અને આલિયા ભટ્ટે શરૂ કરી લગ્નની ખરીદી? વાયરલ તસવીરે ખોલ્યું રહસ્ય; જાણો વિગત, જુઓ ફોટો

News Continuous Bureau | Mumbai

હાલમાં બોલિવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. એક પછી એક યુગલો લગ્ન કરી રહ્યા છે. હવે ફેન્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ આવતા મહિને લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. આવા સમયે, તેમના લગ્નની અટકળો તેજ થવાનું એક બીજું કારણ સામે આવ્યું છે. વાસ્તવ માં, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર સામે આવી છે, જે તેમના લગ્નના સમાચારને વધુ સમર્થન આપી રહી છે.

Join Our WhatsApp Community

વાત એવી છે કે,  રણબીર અને આલિયાએ લગ્નની ખરીદી શરૂ કરી દીધી છે. કારણ કે આ દિવસોમાં રણબીર અને આલિયાની સાડી ફેશન બ્રાન્ડ અને ડિઝાઇનર સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ડિઝાઇનર્સ ખાસ કરીને બ્રાઇડલ સાડીઓ માટે જાણીતી છે. જેના કારણે લોકોની અટકળોમાં વધુ વધારો થયો છે. આ તસવીર જોયા બાદ આલિયા અને રણબીરના ફેન્સ કંટ્રોલ કરી શક્યા નહીં અને કોમેન્ટ બોક્સમાં લગ્ન માટે અભિનંદનના મેસેજ પાઠવવા લાગ્યા છે.

આ સમાચાર પણ વાંચો : આ વેબસાઈટ પર આડેધડ ડાઉનલોડ થઈ રહી છે રાજામૌલીની ફિલ્મ ‘RRR’, HD પ્રિન્ટમાં લીક થઈ મુવી; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, આ અહેવાલો સામે આવી રહ્યા છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 2022ના એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ તમામ અટકળો વચ્ચે આ સાડી ડિઝાઇનર સાથેની તસવીરે આ સમાચારને સમર્થન આપ્યું છે. થોડા સમય પહેલા નીતુ કપૂર ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને મળી હતી, જે લગ્નના સમાચારની પુષ્ટિ કરી રહી હોવાનું જણાય છે.

Tara Sutaria and Veer Pahariya: બોલિવૂડમાં વધુ એક બ્રેકઅપ! શું તારા સુતારિયા અને વીર પહાડીયા ના સંબંધોમાં પડી તિરાડ? કારણ જાણી ફેન્સ થયા હેરાન
The Raja Saab Box Office: બોક્સ ઓફિસ પર ‘રાજા સાબ’ ની સુનામી: એડવાન્સ બુકિંગમાં પ્રભાસે ‘ધુરંધર’ ને પછાડી, પહેલા જ દિવસે તોડશે અનેક રેકોર્ડ
De De Pyaar De 2 OTT Release: ‘દે દે પ્યાર દે 2’ OTT પર મચાવશે ધમાલ: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે અજય દેવગન-રકુલ પ્રીતની ફિલ્મ
Vicky-Katrina Son Connection With Uri: વિહાન અને ‘ઉરી’ વચ્ચે છે આ અતૂટ સંબંધ! ડાયરેક્ટર આદિત્ય ધરે ખુલાસો કરતા ફેન્સ થયા ભાવુક
Exit mobile version