Site icon

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન પહેલા કરશે સગાઈ! આ મહિનામાં પહેરાવશે એકબીજાની રિંગ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર-આલિયા ભટ્ટને વર-કન્યા બનતા જોવા માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની નવી તારીખો સામે આવી રહી છે. એટલું જ નહીં, સૌથી રોમેન્ટિક કપલ ને  એવો સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે કે તેઓ ક્યારે લગ્ન કરવાના છે. જેના વિશે બંને કોઈ નિવેદન આપી રહ્યા નથી. જોકે રણબીર કપૂરે ચોક્કસ કહ્યું છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ તારીખ જણાવશે નહીં.હવે સમાચાર એવા આવી રહ્યા છે કે આલિયા અને રણબીર કપૂર લગ્ન પહેલા સગાઈ કરશે.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, આલિયા અને રણબીર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે બંને તેમની આગામી ફિલ્મમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, તેઓ  એપ્રિલ મહિનામાં લગ્ન નહીં કરે, કારણ કે તે ખૂબ જ ટૂંક સમયમાં થશે. તેણે કહ્યું કે બંને ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે. જોકે, તેઓ એપ્રિલના અંતમાં સગાઈ કરી શકે છે. એપ્રિલમાં બંનેના લગ્નને લઈને દરેક જગ્યાએ ચર્ચા છે. જેને માત્ર રણબીરની ફોઈ  રીમા જૈન જ નહીં પરંતુ આલિયાના પિતા મહેશ ભટ્ટે પણ માત્ર અફવાઓ કહી છે. મહેશ ભટ્ટે કહ્યું કે જે પણ સમાચાર ફેલાઈ રહ્યા છે કે બંને એપ્રિલમાં લગ્ન કરી રહ્યા છે તે અફવા છે. જોકે તેણે એ પણ જણાવ્યું નથી કે લવબર્ડ્સ ક્યારે સાત ફેરા લેશે.

આ સમાચાર પણ વાંચો : સોમી અલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી સલમાન ખાન ને ધમકી, ભૂતપૂર્વ મિસ વર્લ્ડ નો પણ કર્યો ઉલ્લેખ; જાણો વિગત

જણાવી દઈએ કે થોડા દિવસ પેહલા  રણબીર અને આલિયા ભટ્ટ સાડી ડિઝાઇનર બીના કન્નન સાથે જોવા મળ્યા હતા. તેમની મીટિંગની તસવીર સામે આવતા જ સોશિયલ મીડિયા પર એવી અટકળો વહેતી થઈ હતી કે બંનેએ લગ્નની ખરીદી શરૂ કરી દીધી છે. પરંતુ આ શોપિંગ લગ્ન ની  છે કે પછી સગાઈ ની એ તો, આ બે કપલ જ કહી શકશે. પરંતુ તેમના ફેન્સ બંનેને રીલ લાઈફથી લઈને રિયલ લાઈફમાં સાથે જોવા ઈચ્છે છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version