Site icon

ફિલ્મ શમશેરાના ટ્રેલર લૉન્ચમાં પહોંચતા પહેલા રણબીર કપૂરની કારનો થયો અકસ્માત-એક્ટરે પોતે જ જણાવી આપવીતી

 News Continuous Bureau | Mumbai

રણબીર કપૂરની ફિલ્મ શમશેરા નું ટ્રેલર(Shamshera trailer release) ગઈકાલે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના થોડા દિવસો પહેલા રણબીરનો લુક(Ranbir look) સામે આવ્યો હતો, જેને જોઈને ફેન્સ આતુરતાથી ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા કારણ કે તેઓ ટ્રેલર દ્વારા રણબીરના પાત્ર વિશે જાણવા માંગતા હતા. હવે જ્યારે ટ્રેલર રીલિઝ થયું છે, ત્યારે દરેક તેના વખાણ કરી રહ્યા છે. આ ટ્રેલર સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં (trailer launch event)પહોંચતા પહેલા જ રણબીરની કારનો અકસ્માત(car accident) થયો હતો. આ વિશે રણબીરે પોતે ઈવેન્ટમાં જણાવ્યું હતું, જેને જાણીને  ત્યાં ઉપસ્થિત લોકો પરેશાન થઈ ગયા હતા.

Join Our WhatsApp Community

અભિનેતાએ કહ્યું, 'હું સામાન્ય રીતે સમયસર આવું છું, પરંતુ આજે મારો ડ્રાઇવર પહેલાં ઇન્ફિનિટી મોલ (ખોટું લોકેશન) લઈને આવ્યો. ત્યાં બેઝમેન્ટમાં (basement)કોઈ જોવા મળ્યું નહોતું. પછી મારે મોડું થઈ ગયું. બહાર નીકળ્યો તો કોઈએ મારી ગાડીને ઠોકી દીધી હતી. કારનો કાચ તૂટી(break mirror) ગયો. કરને કહ્યું કે કાચ તૂટવું શુભ હોય છે. હવે હું અહીંયા આવ્યો છું આશા છે કે તે અમારા માટે સારા નસીબ સાબિત થશે. મને આશા છે કે આ ફિલ્મ તમને બધાનું મનોરંજન કરશે..'ફિલ્મ શમશેરાનું ટ્રેલર જોઈને જાણવા મળેલી વાર્તા એ છે કે તે કાઝાના કાલ્પનિક નગર પર આધારિત છે જ્યાં ઘણા લોકોને ગુલામ બનાવીને ત્રાસ આપવામાં આવે છે. જનરલ શુદ્ધ સિંહ (Sanjay Dutt)) લોકો પર અત્યાચાર કરે છે અને તે જ યોદ્ધાઓમાંથી એક પોતાના લોકોને આ અત્યાચારથી બચાવવા આવે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને સંજય દત્ત સાથે વાણી કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મ દ્વારા રણબીર અને વાણીની જોડી પહેલીવાર મોટા પડદા પર જોવા મળવાની છે.

ટ્રેલરમાં રણબીરનો અભિનય (acting)જોઈને ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે. રણબીર તેની કારકિર્દીમાં પ્રથમ વખત આ પ્રકારનું પાત્ર ભજવી રહ્યો છે. બીજી તરફ સંજય દત્ત ભલે નેગેટિવ રોલમાં (negative role)હોય પરંતુ તેના અભિનયના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ 22 જુલાઈએ રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા રણબીર 4 વર્ષ પછી મોટા પડદા પર જોવા મળવાનો છે. તે છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ સંજુમાં(Saju) જોવા મળ્યો હતો. શમશેરા બાદ રણબીર ફરીવાર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં(Brahmastra) જોવા મળશે અને થોડા દિવસ પહેલા રીલિઝ થયેલા આ ફિલ્મના ટ્રેલરને પણ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ની આ ફિલ્મ થી ડેબ્યુ કરશે પંકજ ત્રિપાઠી ની પત્ની મૃદુલા- સાચી ઘટનાઓથી પ્રેરિત છે ફિલ્મ

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version