Site icon News Continuous Bureau | Mumbai

Ranbir kapoor Ramayana: રામાયણમાં ભગવાન રામ બનવા માટે રણબીર કપૂર કરી રહ્યો છે તનતોડ મહેનત, કો-સ્ટારે કર્યો ખુલાસો

Ranbir kapoor Ramayana: રણબીર કપૂરે 4000 કરોડની 'રામાયણ' માં ભગવાન રામ બનવા માટે તનતોડ મહેનત કરી છે. તેના શારીરિક ફેરફારો જોઈને તેની કો-સ્ટાર ઇન્દિરા કૃષ્ણન પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. ઇન્દિરાએ રણબીરને લઈને ખુલાસો કર્યો છે.

ranbir kapoor does physical workout to become lord ram of ramayana

ranbir kapoor does physical workout to become lord ram of ramayana

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor Ramayana: નીતિશ તિવારીની 4000 કરોડની ‘રામાયણ’  માં ભગવાન રામ બનવા માટે રણબીરે ખૂબ મહેનત કરી છે. પોતાની ફિઝિકથી લઈને પોતાની ભાષા સુધી પર અભિનેતાએ ઘણું કામ કર્યું છે. રણબીરની આવી લગન જોઈને તેની કો-સ્ટાર ઇન્દિરા કૃષ્ણન ખરેખર દંગ રહી ગઈ છે. ઇન્દિરાએ  હાલમાં જ ‘રામાયણ’ ના સેટ પર જોવા મળતા રણબીરના  અનુશાસન અને તેની શારીરિક ફિટનેસની જર્ની વિશે વાત કરી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jennifer Mistry TMKOC: જેનિફર મિસ્ત્રીએ દિશા વકાની ની વાપસી ને લઈને કર્યો મોટો ખુલાસો, એક ઇન્ટરવ્યૂ માં મેકર્સ વિશે કહી આવી વાત

રણબીર 3-4 કલાક કરે છે કસરત – ઇન્દિરા કૃષ્ણન  

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇન્દિરા કૃષ્ણન એ કહ્યું, “રણબીરે માત્ર પોતાની શારીરિક બનાવટ પર જ નહીં, પરંતુ પોતાની આંખો પર પણ કામ કર્યું છે. જેમ ભગવાન રામના ખભા મજબૂત માનવામાં આવે છે કારણ કે તેઓ ધનુષ-બાણ ધારણ કરે છે, તેવી જ રીતે રણબીરે  પોતાના ખભા અને પોતાના શરીર પર કામ કર્યું છે. તે 3-4 કલાક કસરત કરતા હતા અને સેટ પર હંમેશા સમયના પાબંદ રહેતા હતા. પેક-અપ પછી પણ, તે ફરીથી કસરતમાં  લાગી જતા હતા. તેમનું સમર્પણ 200 ટકા હતું.”


ઇન્દિરા કૃષ્ણન એ વધુ માં કહ્યું, “મને યાદ છે પહેલો દિવસ, અમે ચંદનની વિધિનું શૂટિંગ કરી રહ્યા હતા અને જે રીતે તે બેઠા હતા, તે બિલકુલ એ જ રીતે બેઠા હતા જેમ કોઈ કલ્પના કરે છે કે ભગવાન રામ બેઠા હશે. તેમણે પોતાના શરીરના ઉપલા ભાગ, પોતાના ચહેરા, પોતાની આંખોને કેવી રીતે રાખી, તે સરળ નથી. તે સીનમાં ભગવાન રામ  માત્ર ધોતી પહેરેલા હતા. તેમણે જે પ્રકારની સહજતાનું સ્તર દર્શાવ્યું… અને મને લાગે છે કે આ જ ‘રામાયણ’  નો પ્લસ પોઈન્ટ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version