Site icon

તને ઘણો પસ્તાવો થશે ફિલ્મ શમશેરા ના ડાયરેક્ટર કરણ માટે રણબીર કપૂરને પિતા એ આપી હતી આવી ચેતવણી-જાણો ઋષિ કપૂરે કેમ કહી હતી આવી વાત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડનો ચાર્મિંગ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor)આ દિવસોમાં પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં છે. જ્યાં રણબીર કપૂર પહેલીવાર આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં(Brahmastra) જોવા મળશે, તો બીજી તરફ તે શમશેરામાં (Shamshera)વાણી કપૂર સાથે રોમાન્સ કરતો જોવા મળશે. રણબીર ફિલ્મ શમશેરાનું ખૂબ પ્રમોશન કરી રહ્યો છે અને ફિલ્મની સાથે સાથે તેની અંગત જીવન વિશે પણ ખુલીને વાત કરી રહ્યો છે. આ દરમિયાન રણબીરે પિતા ઋષિ કપૂર અને દિગ્દર્શક કરણ મલ્હોત્રા(Karan Malhotra) સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, તાજેતરમાં જ રણબીર કપૂરે એક ન્યૂઝ પોર્ટલ  સાથે વાત કરી અને વાતચીત દરમિયાન ઘણા સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા. શમશેરાનું નિર્દેશન કરણ મલ્હોત્રાએ કર્યું છે અને રણબીરના પિતા ઋષિ (Rishi Kapoor)કપૂરે પણ અગ્નિપથ(Agneepath) ફિલ્મમાં કરણ મલ્હોત્રા સાથે કામ કર્યું છે. આના પર રણબીરે કહ્યું, 'હા તેમણે મને ચેતવણી આપી હતી, તને ઘણો પસ્તાવો થશે. કરણ મલ્હોત્રા ખૂબ જ સખત ટાસ્ક માસ્ટર(taskmaster) છે, ખૂબ ટેક્સ લે છે, બહુ તડપાવે છે. તો તૈયાર રહો. પરંતુ જ્યારે આપણે ફિલ્મ જોઈએ છીએ ત્યારે બધી મહેનત રંગ લાવે છે.રણબીરે વધુમાં કહ્યું, 'આ ફિલ્મમાં કામ કરવું એ એક દુઃસ્વપ્ન જેવું હતું, મારા માટે, વાણી માટે અને અમારા બધા માટે આ સૌથી શારીરિક રીતે થકવી નાખનારી ફિલ્મ હતી. અમે બધા ધૂળમાં ઢંકાયેલા હતા. અમે મુંબઈ(Mumbai)ની ગરમીમાં ઊનના કપડાં પહેરીને શૂટિંગ કરી રહ્યા હતા. મારી જાડી દાઢી હતી, અને અમારે આ બધા સાથે અભિનય કરવો પડ્યો. તે બધું ખૂબ મુશ્કેલ હતું. આ પછી રણબીરે ફિલ્મના કલેક્શન વિશે પણ વાત કરી.

આ સમાચાર પણ વાંચો : શું બ્રહ્માસ્ત્ર માટે પબ્લિસિટી સ્ટંટ હતા આલિયા ભટ્ટની પ્રેગ્નન્સી ના સમાચાર-પતિ રણબીર કપૂરે જણાવી હકીકત

ઈન્ટરવ્યુમાં રણબીરને પૂછવામાં આવ્યું કે તેની છેલ્લી ફિલ્મે 300 કરોડનું કલેક્શન કર્યું હતું, શું તમે કલેક્શન(collection) વિશે વિચારો છો? રણબીર કહે છે, 'બોક્સ ઓફિસ સૌથી મહત્વની બાબત છે, સિનેમા વ્યક્તિગત સંતોષ માટે નથી. તમે તેને દર્શકો માટે બનાવો, મેં જે ફિલ્મો કરી છે તેના માટે મને અફસોસ નથી. હું જાણતો હતો કે હું શું કરી રહ્યો છું, મને ખબર છે કે કઈ ફિલ્મ કયા દર્શકો માટે છે. હવે હું મોટા પડદાની ફિલ્મો કરી રહ્યો છું, એક કલાકાર તરીકે તમારે ભળતા રહેવાનું છે. શમશેરા અને બ્રહ્માસ્ત્ર બંને મોટી ફિલ્મો છે.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version