Site icon

Ramayanam: રણબીર કપૂર ની રામાયણ એ તેની રિલીઝ પહેલા જ કરી અધધ આટલા કરોડ ની કમાણી, જાણો કેવી રીતે

Ramayanam: રણબીર કપૂર અભિનીત ફિલ્મ 'રામાયણમ્' નો પહેલો લુક સામે આવતા પહેલા જ તેણે જબરદસ્ત ચર્ચા જગાવી હતી, જેના કારણે પ્રોડક્શન હાઉસને મોટો ફાયદો થયો છે.

Ranbir Ramayanam Earns 1000 Crore Before Release

Ranbir Ramayanam Earns 1000 Crore Before Release

News Continuous Bureau | Mumbai

Ramayanam: રણબીર કપૂર અભિનીત ફિલ્મ ‘રામાયણમ્’ ની પહેલી ઝલક થોડા દિવસો પહેલા જ દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. નમિત મલ્હોત્રાના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મની પહેલી ઝલક સામે આવ્યા બાદથી દર્શકોના મનમાં ઉત્સુકતા છે. ફિલ્મના પહેલા લુક સામે આવતા પહેલા જ તેને લઈને જબરદસ્ત બઝ બન્યો હતો, જેના કારણે પ્રોડક્શન હાઉસને મોટો ફાયદો થયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 માં જોવા મળશે ડ્રામા નો ડબલ ડોઝ, સલમાન ખાન ના શો માં થઇ ધ ટ્રેટર્સ ફેમ આ સ્પર્ધક ની એન્ટ્રી!

મેકર્સને થયો 1000 કરોડનો ફાયદો!

નમિત મલ્હોત્રાએ પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ હેઠળ ‘રામાયણમ્’ નું નિર્માણ કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, પ્રાઇમ ફોકસ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) માં લિસ્ટેડ કંપની છે. કંપનીની 462.7 કરોડ કમાવવાની યોજનાને બોર્ડે  મંજૂરી આપી હતી. બોર્ડના આ નિર્ણયના કારણે કંપનીને 30 ટકાનો જમ્પ મળ્યો, જેના પછી તેમના શેરની  કિંમત 25 જૂનથી 1 જુલાઈની વચ્ચે 113.47 થી 149.69 થઈ ગઈ હતી. પરંતુ ‘રામાયણમ્’ ની પહેલી ઝલકે નમિત મલ્હોત્રાની કંપનીને વધુ એક મોટો બૂસ્ટ  આપ્યો.3 જુલાઈએ જ્યારે ફર્સ્ટ લુક રિલીઝ થયો, ત્યારે શેર 176 સુધી પહોંચી ગયો. કંપનીનું માર્કેટ કેપ 4638 કરોડથી વધીને 5641 કરોડ થયું — એટલે કે લગભગ  1000 કરોડનો ફાયદો થયો.


ખબર છે કે રણબીર કપૂર પણ પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝમાં ઇન્વેસ્ટર બનવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રણબીર આ કંપનીના 1.25 મિલિયન (Million) શેર નો  માલિક બનવાનો સીજે. જોકે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે રણબીર કેટલા પૈસામાં આ શેર ખરીદવાના છે, પરંતુ તેમની વર્તમાન માર્કેટ વેલ્યુ લગભગ 20 કરોડ રૂપિયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version