Site icon News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia controversy: રણવીર અલ્લાહબાદિયા પર રોષે ભરાયો મહાભારત નો આ અભિનેતા, યુટ્યબર ને ધમકી આપતા કહી આવી વાત

Ranveer allahbadia controversy: રણવીર અલ્લાહબાદિયા ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. અભદ્ર ટિપ્પણી બાદ લોકો રણવીર ને ધમકી આપી રહ્યા છે હવે આ બધામાં મહાભારત ફેમ અભિનેતા સૌરવ ગુર્જર પણ સામેલ થઇ ગયો છે.

ranveer allahbadia controversy mahabharat actor saurav gurjar lashes out on youtuber

ranveer allahbadia controversy mahabharat actor saurav gurjar lashes out on youtuber

News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia controversy: રણવીર અલ્લાહબાદિયા ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. અભદ્ર ટિપ્પણી બાદ લોકો રણવીર ને ધમકી આપી રહ્યા છે હવે આ બધામાં મહાભારત ફેમ અભિનેતા સૌરવ ગુર્જર પણ સામેલ થઇ ગયો છે.તેણે રણવીર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. અભિનેતા એ એક વિડીયો શેર કરીને યુટ્યુબર રણવીર ને ધમકી પણ આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા પહેલા આ કોમેડિયને જેકી ભગનાની ની પૂછ્યો હતો આવો જ સવાલ, યુટુબરે અહીં થી કર્યો હતો કોપી, જુઓ વિડીયો

સૌરવ ગુર્જર એ શેર કર્યો વિડીયો 

સૌરવ ગુર્જર એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, ‘રણવીર અલ્હાબાદિયા ખૂબ જ લોકપ્રિય છે. તે ઘણા લોકો માટે પોડકાસ્ટ કરે છે. મેં તેના પોડકાસ્ટ પણ જોયા છે. પરંતુ તેને હમણાં શોમાં જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે તે માફ કરવા યોગ્ય નથી. જો આપણે આજે આ મુદ્દા પર પગલાં નહીં લઈએ, તો પછીથી આ બીજી, ત્રીજી, ચોથી વ્યક્તિ, તેના જેવા લોકો અપશબ્દોનો ઉપયોગ કરશે.’


પોતાની વાત ને આગળ વધારતા તેને કહ્યું, ‘જો આપણે આપણી આવનારી પેઢીને બચાવવા માંગતા હોઈએ તો. જો આપણે આપણા ધર્મ, વ્યવસ્થા અને લોકોને બચાવવા માંગતા હોઈએ તો આવા લોકો સામે કાર્યવાહી કરવી પડશે. જેથી ભવિષ્યમાં કોઈ આવું કરવાનું વિચારે નહીં. વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે બકવાસ બોલતા રહો. મારી વિનંતી મહારાષ્ટ્ર સરકારને અને દરેક વ્યક્તિને છે જેમણે તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલા અપશબ્દો સાંભળ્યા છે. આટલો બેશરમ માણસ પોતાના માતા-પિતાની આંખોમાં કેવી રીતે જોઈ શકે? મને એટલો ગુસ્સો છે કે મારે તમને કહેવું જોઈએ કે હું સામાન્ય રીતે આવા શબ્દોનો ઉપયોગ કરતો નથી, પરંતુ જો હું તેને ક્યાંય મળીશ તો ન તો તેની સુરક્ષા કે ન તો દુનિયાની કોઈ શક્તિ તેને બચાવી શકશે. બેશરમ માણસ, થોડી શરમ રાખ. ભલે તે માફી માંગે, આપણે પગલાં લેવા પડશે. તેને સજા અપાવવા માટે તમારો અવાજ ઉઠાવો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version