News Continuous Bureau | Mumbai
Ranveer singh: શાહરૂખ ખાન 2 નવેમ્બરે પોતાનો 58 મોં જન્મદિવસ ઉજવ્યો હતો.પહેલા તો કિંગ ખાને ફેન્સ સાથે એક કાર્યક્રમ માં ભાગ લીધો હતો ત્યારબાદ મુંબઈ માં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડ ની નામી હસ્તીઓએ હાજરી આપી હતી. આ પ્રતિ ના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યં છે. આમાંથી એક વિડીયો રણવીર સિંહ નો પણ છે.જેમાં તે ડીજે બનીને શાહરુખ ખાન ના ગીતો વગાડતો જોવા મળ્યો હતો. આ વિડીયો માં તેની સાથે મીકા સિંહ પણ જોવા મળ્યો હતો.
Headline – 1 – રણવીર સિંહ બન્યો ડીજે
શાહરુખ ખાન ની બર્થડે પાર્ટી માં ડીજે નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આ પ્રતિ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રણવીર સિંહ ડીજે બની ને શાહરુખ ખાન ના ગીતો વગાડતો જોવા મળે છે.તેની સાથે મીકા સિંહ પણ જોવા મળી રહ્યો છે. આ સિવાય રણવીર સિંહ તેની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણને ગીત સમર્પિત કરતો જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે, શાહરુખ કાહ્ન ની બર્થડે પાર્ટીમાં કરીના કપૂર, કરિશ્મા કપૂર, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરણ જોહર સહિત ઘણી નામી હસ્તીઓ એ હાજરી આપી હતી.
