Site icon

રણવીર સિંહ-દીપિકા પાદુકોણ આ કારણે થયા ખરાબ રીતે ટ્રોલ, લોકોએ કરી આવી કમેન્ટ્સ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02 માર્ચ 2022           

Join Our WhatsApp Community

બુધવાર

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના સૌથી સ્ટાઇલિશ કપલ્સમાંથી એક છે. બંને ઘણીવાર એરપોર્ટથી લઈને ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. લોકો પણ તેમને સાથે જોવાનું પસંદ કરે છે અને આ કપલ હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. હાલમાં જ બંને બેંગ્લોર એરપોર્ટ પર પણ સાથે જોવા મળ્યા હતા.આ દરમિયાન રણવીર સિંહે માસ્ક પહેર્યું હતું જ્યારે દીપિકા પાદુકોણે માસ્ક પહેર્યું ન હતું. હવે આ કારણે બંને સોશિયલ મીડિયા પર ટ્રોલ બ્રિગેડનો શિકાર બન્યા છે.

 

રણવીર સિંહ પોતાના આઉટફિટના કારણે ભૂતકાળમાં ઘણી વખત ટ્રોલનો શિકાર બની ચૂક્યો છે. પરંતુ આ વખતે તેની સાથે દીપિકા પાદુકોણ પણ ટ્રોલ્સના નિશાને આવી છે. વાસ્તવમાં, બેંગ્લોર એરપોર્ટ પર, કપલ સફેદ આઉટફિટમાં સાથે દેખાયું અને બંને એકબીજાની સાથે  વાતો કરી રહ્યા હતા.આ દરમિયાન તેણે સફેદ ફુલ સ્લીવ ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું. તે જ સમયે, દીપિકા પાદુકોણે સ્લીવલેસ ઓવર સાઈઝ કુર્તો પહેર્યો હતો અને તે માસ્ક વિના હતી. બસ પછી શું હતું લોકોએ તેને આડે હાથે લીધી.

એક વ્યક્તિએ ટિપ્પણી કરી છે – એટલે કે રણવીર સિંહને કોરોના થઇ  શકે છે, દીપિકાને નહીં, કપલને માસ્ક અપ કરો. તેમજ, અન્ય યુઝરે લખ્યું છે – તર્ક જુઓ, પતિ માસ્ક પહેરે છે, પત્ની નથી. કેટલાક યુઝર્સે રણવીરના કપડા પર પણ કમેન્ટ કરી છે.એક વ્યક્તિએ લખ્યું- રણવીર ઘણા સામાન્ય કપડામાં છે. અન્ય એક યુઝરે રણવીર સિંહ માટે લખ્યું છે – ભગવાનનો આભાર રણવીરે તેના કપડા પહેર્યા છે. જો કે રણવીર અને દીપિકાના સ્ટાઈલ સ્ટેટમેન્ટને પણ ઘણા લોકો પસંદ કરી રહ્યા છે.

સાઉથ ની આ અભિનેત્રી પણ બની આલિયા ભટ્ટની ફેન, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જોઈ અભિનેત્રી વિશે કહી મોટી વાત; જાણો વિગત

જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહની ફિલ્મ '83'ને સમીક્ષકોએ ખૂબ વખાણી હતી પરંતુ તેને દર્શકો તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો નથી. દીપિકા પાદુકોણની ફિલ્મ 'ગહેરાઈયા' તાજેતરમાં OTT પર રિલીઝ થઈ છે, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version