Site icon News Continuous Bureau | Mumbai

Ranveer Singh: ‘ધુરંધર’ ની સફળતા બાદ રણવીર સિંહનો મોટો નિર્ણય: આ બ્લોકબસ્ટર ફિલ્મની ફ્રેન્ચાઇઝીને કહી દીધું ‘ના’, ફેન્સ થયા નિરાશ

Ranveer Singh: ‘ડોન ૩’ માંથી રણવીર સિંહ આઉટ? ગેંગસ્ટર ડ્રામાને બદલે હવે ઝોમ્બી થ્રિલર ‘પ્રલય’ પર આપશે ધ્યાન; સંજય લીલા ભણસાલી અને એટલી સાથે કામ કરવાની ઈચ્છા

Ranveer Singh exits 'Don 3' after the massive success of 'Dhurandhar' Ranveer Singh exits 'Don 3' after the massive success of 'Dhurandhar'

Ranveer Singh exits 'Don 3' after the massive success of 'Dhurandhar'

News Continuous Bureau | Mumbai

Ranveer Singh: બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ ના રેકોર્ડબ્રેક કલેક્શન બાદ રણવીર સિંહ અત્યારે સાતમા આસમાને છે. આ સફળતાએ તેને તેના કરિયર અને આગામી પ્રોજેક્ટ્સ વિશે ફરીથી વિચારવા મજબૂર કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, રણવીરે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડોન ૩’ (Don 3) માંથી હટી જવાનો નિર્ણય લીધો છે. રણવીર હવે એક પછી એક ગેંગસ્ટર ફિલ્મો કરવા માંગતો નથી અને તેણે પોતાના કરિયર માટે નવી રણનીતિ બનાવી છે.સૂત્રોના જણાવ્યા મુજબ, રણવીર હવે સંજય લીલા ભણસાલી, લોકેશ કનગરાજ અને એટલી જેવા મોટા દિગ્દર્શકો સાથે કામ કરવા માટે વધુ આતુર છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Drishyam 3: દ્રશ્યમ 3’ ની સત્તાવાર જાહેરાત: વિજય સાલગાંવકર ફરી આવશે એક નવી મિસ્ટ્રી સાથે, જાણો ક્યારે રિલીઝ થશે અજય દેવગનની આ ફિલ્મ

શા માટે ‘ડોન ૩’ છોડી?

રિપોર્ટ્સ કહે છે કે ‘ધુરંધર’ માં ગેંગસ્ટરનો રોલ કર્યા બાદ રણવીર અત્યારે ફરીથી એ જ પ્રકારની ભૂમિકા કરવા માંગતો નથી. ‘ડોન ૩’ પણ એક ગેંગસ્ટર ફિલ્મ છે, તેથી રણવીરે આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાનું પસંદ કર્યું છે. હવે મેકર્સ આ આઇકોનિક રોલ માટે કોઈ નવા સુપરસ્ટારની શોધ કરી શકે છે.‘ડોન ૩’ માંથી બહાર નીકળ્યા બાદ રણવીર સિંહે પોતાની બધી જ ડેટ્સ જય મહેતાની આગામી ફિલ્મ માટે ફાળવી દીધી છે. આ ફિલ્મનું કામચલાઉ નામ ‘પ્રલય’ રાખવામાં આવ્યું છે. આ એક હાઈ-બજેટ ઝોમ્બી થ્રિલર ફિલ્મ છે, જેનું નિર્માણ અપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ કરી રહ્યું છે. રણવીર ઈચ્છે છે કે આ ફિલ્મ નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂ થાય અને તે કંઈક નવું ટ્રાય કરી શકે.


રણવીરની આક્રમક શૈલી અને એક્શનથી ભરપૂર ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ૧૮ દિવસમાં વર્લ્ડવાઈડ ૮૭૬ કરોડની કમાણી એ સાબિત કરે છે કે રણવીરનો ક્રેઝ અત્યારે ટોચ પર છે. આ સફળતા બાદ રણવીર હવે માત્ર એવા જ પ્રોજેક્ટ્સ પસંદ કરી રહ્યો છે જે તેના કરિયરને ગ્લોબલ લેવલ પર લઈ જાય.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version