Site icon News Continuous Bureau | Mumbai

Ranveer Singh : ‘ધુરંધર’ની સફળતા ની વચ્ચે રણવીર સિંહ ની પોસ્ટ થઇ વાયરલ,સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી દિલની લાગણી

Ranveer Singh : રણવીર સિંહ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'ધુરંધર'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. બોક્સ ઓફિસ પર તો આ ફિલ્મે ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મના દરેક પાત્ર પર દર્શકો પોતાનો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. હવે તાજેતરમાં અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ નોટ શેર કરી છે અને દિલને સ્પર્શી જાય તેવી વાત કહી છે.

Ranveer Singh Gets Emotional Over 'Dhurandhar' Blockbuster Status, Shares Heartfelt Post

Ranveer Singh Gets Emotional Over 'Dhurandhar' Blockbuster Status, Shares Heartfelt Post

News Continuous Bureau | Mumbai

Ranveer Singh : રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ૭ વર્ષના લાંબા સમયગાળા પછી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક નોંધ શેર કરી છે, જેમાં લખ્યું છે: “કિસ્મતની એક બહુ સુંદર આદત છે કે તે સમય આવ્યે બદલાય છે, પણ હાલમાં નજર અને ધીરજ.” ફિલ્મની ૧૦ દિવસની કમાણી ભારતમાં  ૩૫૦ કરોડ અને વિશ્વભરમાં  ૫૦૦ કરોડને પાર કરી ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Lionel Messi: ફૂટબોલના ‘કિંગ’ લિયોનેલ મેસીને મળ્યા શાહરૂખ ખાન, પુત્ર અબરામનું રિએક્શન વાયરલ

લાંબા સમય પછી બ્લોકબસ્ટર

લાંબા સમયથી રણવીર સિંહ એક બ્લોકબસ્ટર ફિલ્મની શોધમાં હતા, કારણ કે ૨૦૨૩ માં તેમની રિલીઝ થયેલી ફિલ્મો ‘૮૩’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’ ફ્લોપ સાબિત થઈ હતી. હવે ૭ વર્ષ પછી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.’ધુરંધર’ની સફળતા વચ્ચે હવે અભિનેતાએ એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે.તેને પોસ્ટમાં લખ્યું: “કિસ્મતની એક બહુ સુંદર આદત છે કે તે સમય આવ્યે બદલાય છે, પણ હાલમાં નજર અને ધીરજ.”રણવીર સિંહના આ પોસ્ટને જોઈને ચાહકો કયાસ લગાવી રહ્યા છે કે ‘ધુરંધર’ને મળી રહેલી સફળતાથી અભિનેતા ખૂબ ખુશ છે.


રિલીઝના પહેલા દિવસથી જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે.ભારતમાં આ ફિલ્મે ૧૦ દિવસની અંદર ૩૫૦ કરોડ ની કમાણી કરી લીધી છે.વિશ્વભરમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.આ આંકડા સાથે અભિનેતાએ પોતાની જ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Serial Spoiler Alert ‘અનુપમા’ સીરિયલમાં આવશે મોટો ભૂકંપ, અંશ અને પ્રેરણાની લવ સ્ટોરીમાં થશે નવી વિલનની એન્ટ્રી
Indias Got Latent 2 BTS Video સમય રૈનાએ આલિયા ભટ્ટ અને શરવરીને આપી ખાસ ભેટ, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ના બીટીએસ વીડિયોમાં કલાકારોએ કરી મસ્તી
Anushka Sen Korean Movie Jeju Olle અનુષ્કા સેને રચી દીધો ઇતિહાસ! સાઉથ કોરિયન ફિલ્મ ‘જેજુ ઓલે’માં મુખ્ય ભૂમિકા ભજવનારી બની દેશની પહેલી અભિનેત્રી
Shraddha Kapoor Movie Eetha Teaser ડાયલોગ એવો કે ફેન્સ ક્રેઝી થયા! શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મ ‘ઈથા’ ના ટીઝરે ઇન્ટરનેટ પર લગાવી આગ
Exit mobile version