Site icon News Continuous Bureau | Mumbai

રણવીર સિંહે એરપોર્ટ પર દીપિકાને ખુલ્લેઆમ કરી કિસ, જુઓ વાયરલ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોશિયલ મીડિયા પર તેમની એક્ટિવિટી માટે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. આ દરમિયાન બંનેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણવીર સિંહ દીપિકાને કિસ કરતો જોવા મળી રહ્યો છે.

દીપિકા પાદુકોણથી લઈને રણવીરનો આ વીડિયો પાપારાઝી ફોટોગ્રાફરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રણવીર અને દીપિકા એરપોર્ટ પર પહોંચતા જ ત્યાં હાજર પાપારાઝી તેમની એક ઝલક કેમેરામાં કેદ કરવા માટે પહોંચી જાય છે.વીડિયોમાં, અભિનેતા રણવીર પાપારાઝી સાથે વાત કર્યા પછી દીપિકાને કિસ કરે છે,આ પછી ‘વન્સ મોર, વન્સ મોર’ બૂમો પડવા લાગે છે. પણ બંને હસતા હસતા આગળ વધવા લાગે છે. આ દરમિયાન, અભિનેતા ટાઇગર પ્રિન્ટ બુલન સ્વેટ શર્ટ અને લાલ રંગના પેન્ટમાં જોવા મળે છે. જ્યારે દીપિકા વ્હાઈટ અને બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. 

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે રણવીર સિંહ-દીપિકા પાદુકોણને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા યુઝર્સે કોમેન્ટ કરી હતી કે વિકી-કેટની લોકપ્રિયતા સામે રણવીર-દીપિકા અસુરક્ષિત અનુભવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે, ‘બંને વિકી અને કેટરિનાની લોકપ્રિયતાથી આગળ કંઈ નથી.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, આ બંને વિકી-કેટની સાદગી સામે ફિક્કા પડી ગયા છે.

મૌની રોયે તેના વિદેશ માં યોજનાર લગ્ન કર્યા રદ, હવે સૂરજ નામ્બિયાર સાથે આ જગ્યા એ લેશે સાત ફેરા; જાણો વિગત

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન બાદ જાહેરમાં જાેવા મળ્યા હતા. આ કપલે ખૂબ જ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા, લગ્ન પછી જ્યારે તેઓ પહેલીવાર લોકો સામે આવ્યા ત્યારે તેઓ એકદમ સાદા ડ્રેસમાં હતા.રણવીર સિંહ ફરી એકવાર તેના ડ્રેસને લઈને ટ્રોલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમને કાર્ટૂન, જાેકર્સ અને પ્રાણી કહેવા લાગ્યા. તેમજ એરપોર્ટ પર રણવીરે દીપિકાને ખુલ્લેઆમ કિસ કરી હતી. તેના પર પણ યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકોને લાગે છે કે, તેમણે આવું એટલા માટે કર્યું કારણ કે તેઓ વિકી કૌશલ અને કેટરિના કૈફ સામે અસુરક્ષિત અનુભવી રહ્યા છે. 

વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં ફિલ્મ ’૮૩’માં સાથે જાેવા મળશે. આ ફિલ્મ ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ દેશભરમાં રિલીઝ થશે. ફિલ્મમાં રણવીર કપિલ દેવની ભૂમિકામાં જાેવા મળશે, જ્યારે દીપિકા તેની પત્નીની ભૂમિકામાં જાેવા મળશે. રણવીર હાલમાં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ છે.

 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version