રણવીર સિંહની નવી ફિલ્મનું ટીઝર રિલીઝ થતા ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીતની યાદો તાજી થઇ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 નવેમ્બર  2021

શનિવાર.

રણવીર સિંહે સો.મીડિયામાં ફિલ્મનું ટીઝર શૅર કર્યું છે. 59 સેકન્ડના આ ટીઝરમાં 1983માં જ્યારે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી ત્યારે કેવો માહોલ હતો તેની આછેરી ઝલક બતાવી છે. ફિલ્મનું ટ્રેલર 30 નવેમ્બરે આવશે આ ફિલ્મ હિંદી, તમિળ, કન્નડ, તેલુગુ તથા મલયાલમમાં રિલીઝ થશે. ફિલ્મમાં રણવીરે કપિલ દેવનો તથા દીપિકા પાદુઓણે રૂમી ભાટિયાનો રોલ પ્લે કર્યો છે. રણવીર સિંહની આગામી ફિલ્મ '83'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા મહિને 24 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મની વાર્તા 1983માં ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપ જીત્યો હતો તેના પર આધારિત છે. મહાન ક્રિકેટર તથા કેપ્ટન કપિલ દેવના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ 1983માં પહેલી જ વાર ભારતીય ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી.

MLC Polls 2021: મહારાષ્ટ્ર વિધાન પરિષદની આ ચાર બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. જાણો વિગતે

Exit mobile version