Site icon News Continuous Bureau | Mumbai

Ranveer singh: રણવીર સિંહ ના ખાતા માં આવી વધુ એક ઉપલબ્ધિ, અભિનેતા એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આપી માહિતી

Ranveer singh: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ પોતાની મહેનત થી ઇન્ડસ્ટ્રીમાં આગળ આવ્યો છે. રણવીર સિંહ બોલિવૂડ નો ટોચ નો અભિનેતા છે. તાજેતરમાં રણવીર સિંહ નું લંડન અને સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણનું પૂતળું સ્થાપિત કરવામાં આવ્યું છે. આ વાતની જાણકારી અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.

ranveer singh wax statues has been installed at madame tussauds actor share this on his instagram

ranveer singh wax statues has been installed at madame tussauds actor share this on his instagram

News Continuous Bureau | Mumbai

Ranveer singh: રણવીર સિંહ બોલિવૂડ નો ટોચ નો અભિનેતા છે. રણવીર સિંહે પોતાના અભિનય થી લોકોના દિલ જીતી લીધા છે. હવે રણવીર સિંહ તેની આગામી ફિલ્મ ડોન 3 ને લઈને ચર્ચામાં છે. આ બધા ની વચ્ચે રણવીર સિંહે એક ઉપલબ્ધિ મેળવી છે.  તાજેતરમાં રણવીર સિંહ નું લંડન અને સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણનું પૂતળું સ્થાપિત કરવામાં આવ્યું છે. આ વાતની જાણકારી અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.

Join Our WhatsApp Channel

 

રણવીર સિંહે શેર કરી પોસ્ટ 

રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટ લખી છે તેની જ સાથે અભિનેતા એ તેના બે પૂતળા ની તસવીરો પણ શેર કરી છે. આ સાથે રણવીરે લખ્યું, “મોટો થતાં, હું મારા માતા-પિતાના વિશ્વની કેટલીક પ્રખ્યાત અને અગ્રણી હસ્તીઓ સાથેના જૂના ફોટોગ્રાફ્સથી આકર્ષિત થયો, ત્યારે જ મને સમજાયું કે તે લંડનની પ્રખ્યાત મેડમ તુસાદની મીણની મૂર્તિઓ છે.” એ સુપ્રસિદ્ધ સંગ્રહાલયનું આકર્ષણ હંમેશા મારી સાથે રહ્યું. હવે ત્યાં મારી પોતાની મીણની આકૃતિ હોવી અતિવાસ્તવ લાગે છે. હું આભારી છું કે મારી મૂર્તિ વિશ્વની સૌથી કુશળ હસ્તીઓમાં સામેલ છે.” નોંધમાં, તેણે વધુમાં કહ્યું કે સિનેમાને કારણે આ શક્ય બન્યું છે.


રણવીર સિંહ ની પત્ની અને બોલિવૂડ ની ટોચ ની અભિનેત્રી દીપિકા પાદુકોણ ના પણ મીણ ના પુતળા લંડન અને દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં છે.

આ સમાચાર પણ વાંચો : Deepika padukone: ફિલ્મ ફાઈટર ની રિલીઝ પહેલા તિરુમાલા પહોંચી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ નહીં પરંતુ આ વ્યક્તિ સાથે લીધા ભગવાન વ્યંકટેશ ના આશીર્વાદ

Gupt BehindTheScenes। બોબી દેઓલે મનીષા કોઈરાલા સાથે લીધો હતો એવો અજીબ બદલો! ૨૯ વર્ષ પછી ખુલી પોલ; હસવું નહીં રોકી શકો
Historical Romance। રાજ કપૂર સાથે લગ્ન કરવા માટે નરગીસે લીધો હતો દેશના મોટા નેતાનો સહારો! એ કિસ્સો જે આજે પણ કોઈ નથી જાણતું
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!
Shilpa Shinde Legal Trouble। શિલ્પા શિંદેની મુશ્કેલી વધી, પ્રોડ્યુસર પર ખોટા કેસની કબૂલાત બાદ ધરપકડની માંગ
Exit mobile version