Site icon

Ranveer Singh Body Transformation: રણવીરનો રીઅલ ‘ધુરંધર’ અંદાજ: ‘હમઝા’ અને ‘જસકીરત’ બનવા માટે શરીરમાં કર્યા મોટા ફેરફાર, જાણો રણવીરની અદભૂત ફિટનેસ જર્ની

Ranveer Singh Body Transformation: રણવીરના જિમ ટ્રેનર મુસ્તફા અહેમદે કર્યો મોટો ખુલાસો; રોજના 4,000 કેલરી ડાયટ અને કલાકોની સખત મહેનત બાદ મેળવ્યો દમદાર લૂક

Ranveer Singh’s Massive Transformation for Dhurandhar 2: Gained 10kg for 'Hamza' and Lost 15kg for 'Jaskirat'

Ranveer Singh’s Massive Transformation for Dhurandhar 2: Gained 10kg for 'Hamza' and Lost 15kg for 'Jaskirat'

News Continuous Bureau | Mumbai

Ranveer Singh Body Transformation: સુપરસ્ટાર રણવીર સિંહ હાલમાં તેની નવી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવન્જ’ ની સફળતાને માણી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીરના અભિનયના તો વખાણ થઈ જ રહ્યા છે, પરંતુ તેણે આ ફિલ્મ માટે જે શારીરિક મહેનત કરી છે તે જાણીને તમે પણ દંગ રહી જશો. રણવીરના જિમ ટ્રેનર અને ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર મુસ્તફા અહેમદે  અભિનેતાના આ ગજબના ટ્રાન્સફોર્મેશન પાછળનું રહસ્ય ખોલ્યું છે. મુસ્તફા અહેમદ, જે ફિલ્મના પ્રોટોગોનિસ્ટ રણવીર સિંહના રિયલ લાઈફ ટ્રેનર પણ છે, તેમણે ફિલ્મમાં ભારતીય જાસૂસ ‘રિઝવાન’ નું પાત્ર ભજવ્યું છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે રણવીર સિંહે ‘હમઝા અલી મઝારી’ ના પાત્રમાં ફીટ બેસવા માટે માત્ર છ અઠવાડિયામાં જ 10 કિલો વજન વધાર્યું હતું. આ માટે તેણે કડક તાલીમ અને પ્રોટીનથી ભરપૂર ડાયટ ફોલો કર્યું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Manav Gohil Dhurandhar 2 Role: મસૂરીમાં રજાઓ અને બેંગકોકની ટિકિટ! માનવ ગોહિલને ‘ધુરંધર 2’ માં કેવી રીતે મળી એન્ટ્રી? જાણો વગર ઓડિશને સિલેક્શનનું અસલી રહસ્ય

રોજના 4,000 કેલરી અને પ્રોટીન ડાયટ

મુસ્તફાના જણાવ્યા મુજબ, વજન વધારવા માટે રણવીર દરરોજ 3,600 થી 4,000 જેટલી કેલરી લેતો હતો. તેણે જિમમાં કલાકો સુધી પરસેવો પાડ્યો હતો જેથી તે હમઝાના પાત્રમાં પાવરફુલ દેખાઈ શકે. આ આખા ટ્રાન્સફોર્મેશન દરમિયાન રણવીર સિંહે પોતાના આહાર અને ફિટનેસ પર પૂરતું ધ્યાન આપ્યું હતું, જે હવે પડદા પર સાફ દેખાઈ રહ્યું છે.


નવાઈની વાત તો એ છે કે ફિલ્મમાં ‘જસકીરત સિંહ રંગી’ નું પાત્ર ભજવવા માટે રણવીરે ફરીથી વજન ઘટાડવું પડ્યું હતું. આ પાત્ર માટે તેણે અંદાજે 15 કિલો વજન ઉતાર્યું હતું. આમ, એક જ ફિલ્મમાં બે અલગ-અલગ લૂક માટે રણવીરે પોતાના શરીર સાથે ઘણો પ્રયોગ કર્યો છે. ટ્રેનર મુસ્તફાએ રણવીરની આ શિસ્ત અને સમર્પણની ખૂબ પ્રશંસા કરી છે. રણવીરની આ મહેનત રંગ લાવી રહી છે કારણ કે ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Urfi Javed Dhurandhar 2 Video: ઉર્ફી પર ચઢ્યો રણવીર સિંહનો રંગ! ‘ધુરંધર 2’ નો સીન જોઈને ઉર્ફી જાવેદે પણ દેખાડી પોતાની અદાઓ, જુઓ આ વાયરલ વીડિયો.
Ajay Devgn Bhola Legal Case: કાયદાકીય સંકટમાં અજય દેવગણ! ‘ભોલા’ ફિલ્મને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ
Saba Azad Health Update: હૃતિક રોશનની લેડી લવ સબા આઝાદની તબિયત લથડી! ગંભીર બીમારીમાં માત્ર 14 દિવસમાં 4 કિલો વજન ઘટ્યું, તસવીરો જોઈ ફેન્સ ચિંતિત
Ramayana Update: ‘રામાયણ’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવા માટે પસંદ કરવામાં આવ્યો આ ખાસ દિવસ, મેકર્સના નિર્ણયથી ચાહકો ખુશખુશાલ
Exit mobile version