Site icon

Ranveer Singh Pralay: રણવીર સિંહની ‘પ્રલય’ નું બજેટ સાંભળીને હોશ ઉડી જશે: અધધ આટલા કરોડના ખર્ચે બનશે ભારતની સૌથી મોટી જોમ્બી ફિલ્મ, જાણો શું છે ખાસિયત

Ranveer Singh Pralay: ‘ધુરંધર’ ની સફળતા બાદ રણવીર સિંહનો અત્યાર સુધીનો સૌથી મોંઘો સોલો પ્રોજેક્ટ, કોવિડ-૧૯ ના બેકગ્રાઉન્ડ પર આધારિત હશે આ એક્શન ડ્રામા.

Ranveer Singh’s ‘Pralay’ Budget Revealed: ₹300 Crore Zombie Thriller to Set New Records; Jai Mehta to Direct the Post-Apocalyptic Drama

Ranveer Singh’s ‘Pralay’ Budget Revealed: ₹300 Crore Zombie Thriller to Set New Records; Jai Mehta to Direct the Post-Apocalyptic Drama

News Continuous Bureau | Mumbai

Ranveer Singh Pralay: બોલીવુડ એક્ટર રણવીર સિંહ તેની તાજેતરની સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’  ની ભવ્ય સફળતા બાદ હવે બોક્સ ઓફિસ પર નવો ધમાકો કરવા તૈયાર છે. રણવીર સિંહની આગામી ફિલ્મ ‘પ્રલય’ ને લઈને અત્યારથી જ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ એક જોમ્બી ડ્રામા ફિલ્મ છે જે રણવીરની કારકિર્દીનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rajpal Yadav Net Worth: રાજપાલ યાદવની નેટવર્થ અને મુશ્કેલીઓ: કરોડોની સંપત્તિ છતાં જેલ જવાનો કેમ આવ્યો વારો? જાણો કેટલી છે તેની કમાણી અને કોણ આવ્યું મદદે

૩૦૦ કરોડનું માતબર બજેટ

મીડિયા રિપોર્ટ મુજબ, ‘પ્રલય’ નું બજેટ અંદાજે ૩૦૦ કરોડ રૂપિયા છે. આ રણવીર સિંહના કરિયરની અત્યાર સુધીની સૌથી મોંઘી સોલો ફિલ્મ હશે. આ જંગી બજેટમાં હાઈ-ક્વોલિટી સ્ક્રિપ્ટથી લઈને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) સુધીની તમામ બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, રણવીર સિંહે આ ફિલ્મ માટે બેકએન્ડ પ્રોફિટ-શેરિંગ ડીલ પણ કરી છે.


આ ફિલ્મનું નિર્દેશન હંસલ મહેતાના પુત્ર જય મહેતા કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા કોવિડ-૧૯ મહામારીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જેમાં પોસ્ટ-એપોકેલિપ્ટિક દુનિયા, જોમ્બી થ્રિલર, જોરદાર એક્શન અને પરિવારની ઈમોશનલ સ્ટોરી જોવા મળશે. એવા અહેવાલો છે કે આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે મુખ્ય અભિનેત્રી તરીકે કલ્યાણી પ્રિયદર્શન જોવા મળી શકે છે. જોકે, હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. ફિલ્મનું શૂટિંગ મે અથવા જૂન ૨૦26 માં શરૂ થવાની અપેક્ષા છે.‘પ્રલય’ પહેલા રણવીર સિંહ ‘ધુરંધર ૨’ માં જોવા મળશે, જે ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ રિલીઝ થવાની છે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Flipperachi Mumbai Concert: ‘ધુરંધર’ ના ગીતથી ભારત ગજવનાર રેપર ફ્લિપરાચીનો મુંબઈમાં લાઈવ કોન્સર્ટ: જાણો ક્યારે અને ક્યાં સાંભળી શકશો ‘FA9LA’ ફેમ આર્ટિસ્ટને
Sreeleela Becomes a Doctor: પુષ્પા ફેમ અભિનેત્રી શ્રીલીલા હવે બની ‘ડોક્ટર’: ૬ વર્ષની મહેનત બાદ મેળવી મેડિકલની ડિગ્રી, જાણો મુંબઈની કઈ યુનિવર્સિટીમાંથી કર્યું ગ્રેજ્યુએશન
Udit Narayan FIR: ઉદિત નારાયણ વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ! પ્રથમ પત્નીના આરોપથી ગાયકની મુશ્કેલી વધી, મેડિકલ ક્રાઈમ કે અંગત દુશ્મની? જાણો વિગત
Salman Khan: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાને હવે સલમાન ખાનના સંબંધી! કરોડોની ખંડણી માંગતા મુંબઈ પોલીસ એક્શનમાં, જાણો કોને મળી ધમકી?
Exit mobile version