Site icon

સાઉથના આ સુપરસ્ટાર સામે નોંધાયોદુષ્કર્મનો કેસ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મચી ગયો ખળભળાટ

News Continuous Bureau | Mumbai

ફિલ્મી દુનિયામાં (film industry) મહિલાઓ સાથે દુષ્કર્મના કેસો સતત વધી રહ્યાં છે. મલયાલમ (malyalam)ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિજય બાબુની (Vijay Babu) એક અલગ ઓળખ છે. નિર્માતા, અભિનેતા અને ઉદ્યોગપતિ વિજય બાબુ આ દિવસોમાં મુશ્કેલીમાં છે.અભિનેતા વિરુદ્ધ બળાત્કારનો (rape case)કેસ નોંધવામાં આવ્યો છે. એક્ટર પર આરોપ છે કે, તેને ફિલ્મોમાં કામ અપાવવાના બદલે એક મહિલા સાથે શરીર સંબંધો બાંધ્યા. જાણકારી અનુસાર, કોઝીકોડની (cozycode) રહેવાસી ફરિયાદી મહિલાએ વિજય બાબુ વિરુદ્ધ બળાત્કાર કરવાનો કેસ નોંધાવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.

Join Our WhatsApp Community

વિજય બાબુએ (Vijay Babu)પહેલા તેને ફિલ્મોમાં કામ અપાવવાની વાત કરી, અને તેને પોતાના ઘરે બોલાવી હતી, અને તેની સાથે અનેકવાર શરીર સુખ માણ્યુ હતુ. એક્ટર વિરુદ્ધ આ કેસ ૨૨ એપ્રિલે નોંધાયો છે. પીડિતાનો આરોપ છે કે ફરિયાદના ચાર દિવસ વીતી ગયા બાદ પણ પોલીસે (police) એક્ટર સાથે કેસને લઇને કોઇ પુછપરછ નથી કરી. પોલીસે વિજય બાબુના રહેવાસનો પણ હજુ સુધી ખુલાસો નથી કર્યો. જાેકે, એક્ટર પર લાગેલા આરોપથી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર પણ વાંચો: કંગનાના શો લોક અપ માં આ પ્રખ્યાત અભિનેતા ને રિપ્લેસ કરશે શહેનાઝ ગિલ? ચલાવશે પોતાનો જાદુ

વિજય બાબુ (Vijay Babu) મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના (Malayalam film industry) એક શાનદાર નિર્માતા અને અભિનેતા છે. એક્ટરના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. વિજય બાબુએ ઇન્ડસ્ટ્રીમાં કેટલીય હીટ ફિલ્મો આપી છે. તેની ફ્રાઇડે ફિલ્મ હાઉસ (friday film house) નામની એક પ્રૉડક્શન કંપની છે. તેને આ પ્રૉડક્શન હાઉસમાંથી કેટલીય નવી ફિલ્મો બનાવવાની જાહેરાત કરી છે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version