Site icon

Dharmendra : ધર્મેન્દ્ર આજે પણ જયા બચ્ચન ને ‘ગુડ્ડી’ કહીને બોલાવે છે, અભિનેત્રી ના વખાણમાં હી-મેને કહી આ વાત

રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં ભલે જયા બચ્ચન અને ધર્મેન્દ્રના સંબંધોમાં ખટાશ દેખાડવામાં આવી હોય. પરંતુ રિયલ લાઈફમાં બંને એકબીજાને ખૂબ માન આપે છે. અભિનેતાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તે આજે પણ અભિનેત્રી જયાને કયા નામથી બોલાવે છે.

rarkpk actor dharmendra called guddi to jaya bachchan

rarkpk actor dharmendra called guddi to jaya bachchan

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી જયા બચ્ચન હાલમાં જ કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘માં જોવા મળી હતી. તેણે વર્ષ 1971માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે ફિલ્મ ‘ગુડ્ડી‘માં ધર્મેન્દ્રની સાથે જોવા મળી હતી. આમાં તે એક સ્કૂલ ની છોકરી ની વાર્તા હતી જે ધર્મેન્દ્રની મોટી ફેન હતી. અભિનેત્રીએ અગાઉ પણ ખુલાસો કર્યો હતો કે તેન બોલીવુડના હી-મેન પર ક્રશ હતો. હવે તે ફરી એકવાર RARKPK માં અભિનેતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી છે. જો કે આમાં તેમનો સંબંધ નફરતથી ભરેલો બતાવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

ધર્મેન્દ્ર માટે આજે પણ ગુડ્ડી જ છે જ્યા બચ્ચન

કરણ જોહર દ્વારા ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ધર્મેન્દ્રએ કહ્યું કે તે હજુ પણ જયા બચ્ચનને ‘ગુડ્ડી’ કહે છે. આ દરમિયાન, તેણે તે ક્ષણને યાદ કરી જ્યારે તેનું પહેલું ફોટો સેશન અભિનેતાના ઘરે થયું હતું અને તે દરમિયાન અભિનેત્રીએ પણ કહ્યું હતું કે તે ધર્મેન્દ્રની મોટી ફેન છે. એટલું જ નહીં, તેણે તે સમયે અભિનેતાને ઘણા સંવાદો પણ સંભળાવ્યા હતા.ધર્મેન્દ્રએ સ્ટેજ પર જયા બચ્ચનની અભિનય કૌશલ્યની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘ગુડ્ડી ખૂબ જ સારી અભિનેત્રી છે. અમે આજે પણ એકબીજાને મળતા રહીએ છીએ. જ્યારે પણ અમે મળીએ છીએ ત્યારે તેને ખુબ સારું લાગે છે. ‘એ મારી ગુડ્ડી છે’. ગુડ્ડી ફિલ્મની રિલીઝના 52 વર્ષ પછી પણ જયા બચ્ચન તેમના માટે ‘ગુડ્ડી’ છે.

આ સમાચાર પણ વાંચો : Rice Price: ભારતે નિકાસ પર પ્રતિબંધ મુકતા ચોખાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ભાવ પહોંચ્યા 12 વર્ષના રેકોર્ડ સ્તરે..

રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં પતિ પત્ની ની ભૂમિકા માં છે ધર્મેન્દ્ર અને જયા બચ્ચન

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. આમાં ધર્મેન્દ્રએ કંવલની ભૂમિકા ભજવી છે, જેણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી છે. પરંતુ જ્યારે તે જૈમિની ઉર્ફે શબાના આઝમીને મળે છે, ત્યારે બધી યાદો પાછી આવવા લાગે છે. બીજી તરફ, જયા બચ્ચન ધન લક્ષ્મીના રોલમાં છે, જે ધર્મેન્દ્રની પત્ની બની છે અને તે અભિનેતાને ખૂબ જ નફરત કરે છે. તે તેના બાળકોને તેની નજીક પણ જવા દેતી નથી.

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version