Site icon

ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ ના બોલ્ડ ફોટોશૂટ એ વધાર્યો ઈન્ટરનેટનો પારો, બ્લેક ડ્રેસમાં શાવર લેતી આવી નજર; જુઓ તસવીરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

ટીવી શો ઉતરનની તપસ્યા એટલે કે રશ્મિ દેસાઈ ફરી એકવાર રશ્મિ દેસાઈ ચર્ચામાં આવી છે. એ ચર્ચાનું કારણ છે તેનું નવું ફોટો શૂટ. આ ફોટોશૂટમાં તે અલગ જ અંદાજમાં નજરે ચડે છે. અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

અભિનેત્રી રશ્મિ દેસાઈએ તાજેતરમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટો તેણે ફેન્સ સાથે શેર કર્યા છે. રશ્મિ દેસાઈ આ તસવીરોમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. આ તસવીરોમાં રશ્મિ દેસાઈ શાવર નીચે ઉભી છે અને પાણીમાં ફોટોશૂટ કરાવી રહી છે. તસવીરોમાં રશ્મિએ કાળા રંગનો શાનદાર સિક્વન્સ ડ્રેસ પહેર્યો છે ત્યારે તેના વાળ ખુલ્લા રાખ્યાછે. તે આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે ત્યારે મેકઅપ માટે રશ્મિએ ઝાકળવાળું ફાઉન્ડેશન, પર્પલ આઈ-શેડ, કોહલ્ડ આઇસ અને ડાર્ક રેડ લિપ્સ તેના દેખાવને વધુ જીવલેણ બનાવે છે.

આપને જણાવી દઈએ કે, રશ્મિએ કરિયરની શરૂઆત માં ટીવી સિરિયલ 'રાવણ'માં મંદોદરીનો રોલ નિભાવ્યો હતો. પરંતુ તેને ઓળખ ટીવી શો 'ઉતરન' થી મળી હતી.  

વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લે નાગિન-4માં લીડ રોલમાં જોવા મળી હતી. આ પહેલા રશ્મિ બિગ બોસ 13માં નજર આવી હતી. રશ્મિ દેસાઈએ પરી હું મૈં, મિત મિલા દે, શશશ ફિર કોઈ હૈ, કોમેડી સર્કસ, મહા સંગ્રામ, જરા નચકે દિખા,ક્રાઇમ પેટ્રોલ, બિગ મની, કિચન ચેમ્પિયન સીઝન 2, કોમેડી કા મહા મુકાબલા માં નજરે આવી ચુકી છે.

Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Sonali Bendre Goldie Behl Land Dispute: બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પર જમીન કૌભાંડના આરોપ! ખેડૂતની ફરિયાદ બાદ પુણે કોર્ટમાં કેસ દાખલ, મચ્યો ખળભળાટ.
Yami Gautam Fees Dhurandhar 2: થોડી મિનિટોના રોલ માટે યામી ગૌતમે લીધી અધધ ફી, બોલિવૂડમાં મચ્યો ખળભળાટ
Exit mobile version