Site icon News Continuous Bureau | Mumbai

Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.

Rashmika Vijay Reception: ઉદયપુરમાં લગ્ન બાદ હૈદરાબાદમાં યોજાયું ગ્રાન્ડ રિસેપ્શન, સાઉથ ઇન્ડિયન પરંપરાગત લૂકમાં જોવા મળ્યું નવપરિણીત જોડું.

Rashmika Mandanna Dazzles in Red Saree, Vijay Deverakonda Traditional in Dhoti-Kurta at Hyderabad Reception.

Rashmika Mandanna Dazzles in Red Saree, Vijay Deverakonda Traditional in Dhoti-Kurta at Hyderabad Reception.

News Continuous Bureau | Mumbai

Rashmika Vijay Reception: દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય કલાકારો રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની લગ્ન બાદની ખુશીઓ અત્યારે સાતમા આસમાને છે. ૨૬ ફેબ્રુઆરીએ રાજસ્થાનના ઉદયપુરમાં શાહી લગ્ન કર્યા બાદ, આ કપલે ગઈકાલે ૪ માર્ચના રોજ હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી. આ ખાસ પ્રસંગે રશ્મિકા અને વિજય બંને પરંપરાગત સાઉથ ઇન્ડિયન  આઉટફિટ્સમાં સજ્જ જોવા મળ્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો

લાલ સિલ્ક સાડીમાં રશ્મિકાનો ગ્લેમરસ લૂક

  રિસેપ્શનમાં રશ્મિકા મંદાનાએ લાલ રંગની સિલ્ક સાડી પસંદ કરી હતી, જેના પર ગોલ્ડન બોર્ડર હતી. તેણે ગોલ્ડ જ્વેલરી સાથે પોતાનો લૂક પૂરો કર્યો હતો. હેરસ્ટાઇલની વાત કરીએ તો રશ્મિકાએ લાંબી ચોટલી બનાવી હતી અને તેમાં લાલ રંગના ફૂલો લગાવ્યા હતા. માથા પર સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર સાથે રશ્મિકા ખૂબ જ સુંદર અને તેજસ્વી લાગી રહી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ તેની સાદગી અને સુંદરતાના ભારોભાર વખાણ કરી રહ્યા છે.


વિજય દેવરકોંડાએ પણ આ ખાસ પ્રસંગે પશ્ચિમી કપડાંના બદલે પોતાની પરંપરાને મહત્વ આપ્યું હતું. વિજય સફેદ રંગના કુર્તા અને ધોતીમાં જોવા મળ્યો હતો. તેની સાથે તેણે ખભા પર અંગવસ્ત્રમ ધારણ કર્યું હતું. રશ્મિકા અને વિજય બંનેએ હાથ જોડીને અને નમ્રતા સાથે પેપ્સનું અભિવાદન કર્યું હતું. આ નવપરિણીત જોડાને સાથે જોઈને ફેન્સ પણ ઉત્સાહિત છે અને કમેન્ટ સેક્શનમાં તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Deepika Padukone Second Pregnancy બીજીવાર માતા બનવાની જાહેરાત દીપિકા પાદુકોણે ખૂબ જ ખાસ અંદાજમાં શેર કરી પ્રેગ્નન્સીની માહિતી, ફેન્સમાં ખુશીનું મોજું
Inshallah Movie ‘ઇન્શાઅલ્લાહ’માં સલમાનની જગ્યાએ શાહરૂખ? આલિયા સાથેની ઉંમરના તફાવતે મચાવ્યો સોશિયલ મીડિયા પર વિવાદ!
Rapper Rebel કોણ છે આ ‘રેબલ’? ૨૨ વર્ષની વયે રણવીર સિંહની ‘ધુરંધર’માં એન્ટ્રી લેતા જ મચાવ્યો ખળભળાટ, રાતોરાત બની ગઈ સ્ટાર!
Fighter Movie Sequel Update ઋતિકદીપિકાની ‘ફાઈટર’ની સીક્વલ પર મોટું અપડેટ શું ફરી આકાશમાં ગર્જના કરશે એરફોર્સ ઓફિસર્સ? જાણો શું છે અસલી સત્ય!
Exit mobile version