News Continuous Bureau | Mumbai
Rashmika mandanna: રશ્મિકા મંડન્ના તેના ડીપફેક વીડિયો માટે ચર્ચામાં રહી હતી. રશ્મિકાનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેનો ચહેરો કોઈ બીજાના વીડિયો પર મોર્ફ કરીને અશ્લીલ રીતે બતાવવામાં આવ્યો હતો. રશ્મિકા ના આ વિડીયો એ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો હતો.આ મામલો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસ આરોપીને શોધી રહી હતી. અને આ મામલે પોલીસને મોટી સફળતા મળી હતી. આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ મામલે રશ્મિકા મંદન્ના એ પોલીસ ના વખાણ કરતા એક પોસ્ટ શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : Ira khan: ઇરા ખાને શેર કર્યો તેના લગ્ન નો વિડીયો, આમિર ખાન ની દીકરી એ બતાવી પોતાની સફર, જુઓ વિડીયો
રશ્મિકા મંદન્ના એ આપી પ્રતિક્રિયા
રશ્મિકા મંદન્ના એ તેના ડીપફેક વીડિયો માં મુખ્ય આરોપીની ધરપકડ બાદ દિલ્હી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. રશ્મિકા મંદન્નાએ પોસ્ટ કરીને લખ્યું, ‘આ મામલામાં જવાબદાર લોકોને પકડવા માટે હું દિલ્હી પોલીસનો આભાર માનું છું. હું એ લોકોનો પણ દિલથી આભાર માનું છું જેઓ આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઢાલ બનીને ઉભા રહ્યા. છોકરાઓ અને છોકરીઓ, જો તમારા ફોટાનો ઉપયોગ કરીને તમારી છબી ખોટી રીતે કલંકિત થઈ રહી છે, તો તે ખૂબ જ ખોટું છે. આ સાથે, તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારી આસપાસ એવા ઘણા લોકો છે જે તમારી મદદ માટે ઉભા છે, જે પગલાં લેવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસ કરશે.’
તમને જણાવી દઈએ કે, રશ્મિકા મંદન્નાનો ડીપફેક વીડિયો બનાવનાર યુવકની દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના IFSO (ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ વાત ની પુષ્ટિ સ્પેશિયલ સેલના ડીસીપીએ કરી છે. દિલ્હી પોલીસે આ કેસમાં જે આરોપી ની ધરપકડ કરી છે તે 24 વર્ષ નો છે અને તે આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના પાલાપારુ ગામનો રહેવાસી છે. તેણે જ રશ્મિકા નો ડીપફેક વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.