Site icon

Rashmika mandanna: રશ્મિકા મંદન્ના ડીપ ફેક વિડીયો કેસ માં આવ્યું અપડેટ, દિલ્હી પોલીસ ને મળી મહત્વની કડી

Rashmika mandanna: થોડા સમય પહેલા રશ્મિકા મંદન્ના નો ડીપ ફેક વિડીયો વાયરલ થયો હતો.ત્યારબાદ દિલ્હી પોલીસે આ સંબંધિત કેસ દાખલ કર્યો હતો. હવે દિલ્હી પોલીસ ને આ કેસ માં એક મહત્વપૂર્ણ પુરાવો મળ્યો છે.

rashmika mandanna deepfake video delhi police got important clues

rashmika mandanna deepfake video delhi police got important clues

News Continuous Bureau | Mumbai

Rashmika mandanna:  રશ્મિકા મંદન્ના તેના ડીપ ફેક વિડીયો ને કારણે ચર્ચામાં આવી હતી. આ વિડીયો એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. બોલિવૂડ સેલેબ્સ થી માંડી ને દરેક લોકો એ આ વિડીયો પર કાયદાકીય ન્યાય ની માંગણી કરી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે આ અંગે એક કેસ દાખલ કર્યો હતો. હવે આ મામલે દિલ્હી પોલીસ ને એક મહત્વપૂર્ણ પુરાવો મળ્યો છે. અને ટેક્નિકલ વિશ્લેષણ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

 

રશ્મિકા ના ડીપ ફેક વિડીયો કેસ પર આવ્યું અપડેટ 

રશ્મિકા મંડન્નાના ડીપફેક વિડિયો અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ટેકનિકલ વિશ્લેષણના ભાગરૂપે, અધિકારીઓ તમામ IP એડ્રેસને તપાસી રહ્યા છે. જ્યાંથી વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને તે સરનામું શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાંથી પહેલીવાર આ વિડીયો ને ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવ્યો હતો.’ આ ઉપરાંત ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એ જણાવ્યું હતું કે અમને મહત્વપૂર્ણ કડીઓ મળી છે અને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.’ પરંતુ તેમને તે મહત્વપૂર્ણ કડી શું છે તે કહેવાનો ઇનકાર કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચોઃ Anupama: એકલી પડી ગઈ અનુપમા,સમર બાદ હવે આ પાત્ર એ પણ છોડ્યો અનુપમા નો સાથ,જણાવી શો છોડવા પાછળની હકીકત

તમને જણાવી દઈએ કે, દિલ્હી મહિલા આયોગ દ્વારા શહેર પોલીસને નોટિસ મોકલ્યા બાદ દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) એ આ કેસના સંબંધમાં અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version