Site icon News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna: પુષ્પા 2 બાદ ફરી જામશે રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુન ની જોડી, બોલિવૂડ ની આ સુપરસ્ટાર ના નામ ની પણ ચર્ચા થઇ તેજ

Rashmika Mandanna: 'પુષ્પા' માં રશ્મિકા અને અલ્લુ અર્જુનની કેમેસ્ટ્રી ફેન્સ ને ખૂબ ગમી હતી, હવે એટલી કુમાર ની નવી ફિલ્મમાં પણ આ જોડી જોવા મળશે, જેમાં બોલિવૂડ ની આ સુપરસ્ટાર અભિનેત્રી પણ સામેલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Rashmika Mandanna Joins Allu Arjun in Atlee film

Rashmika Mandanna Joins Allu Arjun in Atlee film

News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ની જોડીને ફિલ્મ ‘પુષ્પા’ માં દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. તેમની કેમેસ્ટ્રી ચાહકો ને ખૂબ પસંદ આવી હતી. હવે આ સુપરહિટ જોડી ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં હશે. ફિલ્મ ‘જવાન’  ના નિર્દેશક એટલી કુમાર હાલમાં તેમની આગામી ફિલ્મ, જેનું કામચલાઉ શીર્ષક ‘AA22xA6’ છે, તેને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માટે અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ ઉપરાંત હવે રશ્મિકા મંદાના નું નામ પણ સામે આવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi: ક્યુંકી સાસ ભી કભી બહુ થી માં સ્મૃતિ ઈરાની ની ફી સાંભળીને ઉડી જશે હોશ, એક એપિસોડ માટે વસૂલશે આટલી મોટી રકમ!

અલ્લુ અર્જુનની ફિલ્મમાં રશ્મિકાની એન્ટ્રી

એક વેબ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, એટલીની આ ફિલ્મમાં રશ્મિકા મંદાના ની પણ એન્ટ્રી થઇ છે. અભિનેત્રી આ ફિલ્મમાં તેના કરિયર ના સૌથી ડેરીંગ રોલ માં જોવા મળશે. આ ફિલ્મમાં રશ્મિકા અને અલ્લુ અર્જુન વચ્ચેના ડાયનામિક્સ ‘પુષ્પા’ કરતાં બિલકુલ અલગ હશે. આ સમાચારથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમને તેમની મનપસંદ જોડીને એક નવા અવતારમાં જોવાનો મોકો મળશે.


ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ પોર્ટલ ને જણાવ્યું કે, રશ્મિકા મંદાનાનો લુક ટેસ્ટ  પૂરો થઈ ગયો છે. ફિલ્મના નિર્માણ વિશે વાત કરતા સૂત્રોએ કહ્યું કે, આ ફિલ્મ દ્વારા એટલી પોતાની એક ‘અવતાર’ જેવી ફિલ્મ બનાવવા માંગી રહ્યા છે, જે બે અલગ-અલગ યુનિવર્સ માં સેટ થશે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મમાં જાન્હવી કપૂર, મૃણાલ ઠાકુર અને સામંથા પણ જોવા મળી શકે છે. જોકે, અત્યાર સુધી માત્ર દીપિકા પાદુકોણના ફિલ્મમાં હોવાનો એક જાહેરાત વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. અન્ય કોઈ અભિનેત્રી માટે મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version