શું રશ્મિકા મંદન્ના કરી રહી છે વિજય દેવરાકોંડા ને ડેટ-આ વિશે અભિનેત્રી એ કર્યો ખુલાસો 

News Continuous Bureau | Mumbai

સાઉથ સિનેમાની(South Cinema) સુંદર અભિનેત્રી રશ્મિકા મંદન્ના(Rashmika Mandanna) તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનના (personal life) કારણે પણ ચર્ચામાં રહે છે. એવો દાવો કરવામાં આવે છે કે રશ્મિકા સાઉથ એક્ટર(South actor) વિજય દેવરાકોંડા(Vijay Devarakonda) ને ડેટ કરી રહી છે. એટલું જ નહીં, રશ્મિકાની લેટેસ્ટ તસવીરો(Latest pictures) પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે અને વિજય દેવરાકોંડા માલદીવમાં વેકેશન(Vacation in Maldives) પર છે. જોકે, માલદીવ જતા પહેલા અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે વિજય સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, રશ્મિકા મંડન્નાની ફિલ્મ 'ગુડબાય' (goodbye) રિલીઝ થઈ ગઈ છે, જેનું  અભિનેત્રીએ જોરદાર પ્રમોશન(promotion) કર્યું હતું. આ દરમિયાન તેણે એક ઈન્ટરવ્યુ આપ્યો, જેમાં રશ્મિકાએ તેના અંગત જીવન વિશે ખુલીને વાત કરી. આ અવસર પર રશ્મિકાએ કહ્યું કે ‘હું જાણું છું કે દરરોજ ફેન્સ અને અન્ય લોકો મીડિયા અને સોશિયલ મીડિયા(Media and Social Media) પર મારા અને વિજય વિશે વાત કરે છે અને મને તે ક્યૂટ લાગે છે.’અભિનેત્રીએ આગળ કહ્યું, 'મને લાગે છે કે અમે અભિનેતા છીએ અને બધાની નજર અમારા પર હોય છે.. લોકો અમારા વિશે વધુ ને વધુ વસ્તુઓ જાણવા માંગે છે. વિજય અને હું ખરેખર ક્યારેય બેસીને ચર્ચા કરતા નથી. અમારી પાસે 15 લોકોનું ગ્રુપ છે અને જો અમને તક મળે તો અમે બોર્ડ ગેમ્સ રમીશું. અમે અભિનેતા છીએ, પરંતુ અમારા માટે અમારા મિત્રો પણ એટલા જ મહત્વપૂર્ણ છે અને તે અમને જમીન થી જોડેલા રાખે છે.’

આ સમાચાર પણ વાંચો : કરોડો ની ફી લેતા બોલિવૂડ ના શહેનશાહ ની પ્રથમ સેલરી હતી ફક્ત આટલા રૂપિયા-આજે પણ છે કોલકાતા સાથે ખાસ સંબંધ

આ સાથે અભિનેત્રીએ એમ પણ કહ્યું કે વિજય તેલુગુ ઇન્ડસ્ટ્રીના(Telugu industry) શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે અને હું તેને અર્જુન રેડ્ડીના (Arjun Reddy) સમયથી ઓળખું છું. જ્યારે પણ મને કોઈ પણ વસ્તુની જરૂર હોય ત્યારે વિજય હંમેશા મારી પડખે ઉભો રહે  છે અને અમારા થોડા નજીકના મિત્રો પણ છે જે કોઈપણ પરિસ્થિતિમાં ઈન્ડસ્ટ્રીમાં હંમેશા અમારી સાથે ઉભા હોય છે. જણાવી દઈએ કે રશ્મિકા મંદન્ના અને વિજય દેવરાકોંડાએ 'ડિયર કોમરેડ' અને 'ગીતા ગોવિંદમ'માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મોમાં બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

 

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version