Site icon News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક

Rashmika Mandanna: ગ્લોબલ એનીમે એવોર્ડ્સમાં સતત બીજીવાર પ્રેઝન્ટર તરીકે દેખાશે રશ્મિકા; ૨૩ મેના રોજ જાપાનમાં યોજાશે ભવ્ય ઈવેન્ટ

Rashmika Mandanna to Represent India at Global Anime Awards in Tokyo; Actress Shares Excitement

Rashmika Mandanna to Represent India at Global Anime Awards in Tokyo; Actress Shares Excitement

News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna: સાઉથ અને બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી લાખો દિલો જીતનાર અભિનેત્રી રશ્મિકા મંદાના  ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધારવા જઈ રહી છે. ‘એનિમલ’ અને ‘પુષ્પા’ જેવી સુપરહિટ ફિલ્મોની આ સ્ટાર આ વર્ષે જાપાનના ટોક્યોમાં યોજાનારા પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ એનીમે એવોર્ડ્સ’માં  ભારત તરફથી પ્રેઝન્ટર તરીકે સામેલ થશે. ૨૩ મે ૨૦૨૬ના રોજ યોજાનારા આ ભવ્ય ઈવેન્ટ માટે રશ્મિકા અત્યંત ઉત્સાહિત છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ

૨૩ મેના રોજ ટોક્યોમાં યોજાશે એનીમે લવર્સનો સૌથી મોટો એવોર્ડ શો

ગ્લોબલ એનીમે એવોર્ડ્સ એ વિશ્વભરના કલાકારો, ક્રિએટર્સ અને એનીમે લવર્સને એકસાથે લાવતું મોટું પ્લેટફોર્મ છે. રશ્મિકા મંદાના ૨૦૨૪માં પણ આ એવોર્ડ શોનો હિસ્સો બની હતી અને તે સમયે આ શોમાં પ્રેઝન્ટર તરીકે જનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની હતી. રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, તે ફરી એકવાર જાપાન જઈને એનીમે સાથે જોડાયેલા ટેલેન્ટેડ લોકોને મળવા અને આ ખાસ ક્ષણને સેલિબ્રેટ કરવા માટે આતુર છે.


રશ્મિકા મંદાનાને એનીમે ખૂબ જ પસંદ છે અને ૨૦૨૪માં જ્યારે તે પ્રથમવાર જાપાન ગઈ હતી, ત્યારે તેણે તેને પોતાની કરિયરની સૌથી યાદગાર ક્ષણ ગણાવી હતી. એનીમે એવોર્ડ્સમાં શ્રેષ્ઠ કામ કરનાર કલાકારોને સન્માનિત કરવામાં આવે છે, અને રશ્મિકા જેવી ગ્લોબલ આઈકનનું ત્યાં હોવું એ ભારતીય સિનેમા માટે પણ ગૌરવની વાત છે. આ ઈવેન્ટ દ્વારા રશ્મિકાની આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતામાં પણ વધારો થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Massive Fire At Film City Mumbai મુંબઈ ફિલ્મ સિટીમાં ભીષણ આગ ‘પતિ પત્ની ઔર પંગા 2’ના સેટ પર લાગેલી આગ ‘હસલ 5’ સુધી ફેલાઈ.. જુઓ વિડીયો
Fire Breaks Out On Ranbir Kapoor Ramayana Set રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ના સેટ પર લાગી ભીષણ આગ નાસભાગ અને અફરાતફરીનો માહોલ, ઘટનાનો વીડિયો વાયરલ
Rajpal Yadav Cheque Bounce Case ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટની કડક ફટકાર આ તારીખ સુધીમાં બાકી રકમ ચૂકવવાનો અંતિમ આદેશ
Sanjay Dutt Clarification On India Remark ‘ભારતમાં શાંતિ નથી લાગતી’ કહી બરાબરના ઘેરાયા સંજય દત્ત! ટ્રોલ થયા બાદ આપી સફાઈ..
Exit mobile version