Site icon

પહેચાન કૌન- તસવીરમાં દેખાતી આ ક્યૂટ છોકરી છે સાઉથથી લઈને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં લોકપ્રિય -જાણો તે અભિનેત્રી વિશે   

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા(Social media) પર અવાર નવાર સેલિબ્રિટીઝના બાળપણ ના(Childhood of celebrities) ફોટા વાયરલ(Viral Photo) થતા રહે છે. આ દરમિયાન બે છોકરીઓના ફોટો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં બંને યુવતીઓ કેટલાક ડાન્સ સ્ટેપ કરતી જોવા મળી રહી છે. બંને યુવતીઓ એક જ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ ફોટોમાં દેખાતી એક છોકરી ડાન્સ કરતી વખતે જબરદસ્ત એક્સપ્રેશન આપી રહી છે. ફોટોમાં દેખાતી ક્યૂટ ગર્લ આજે બોલિવૂડથી(Bollywood) લઈને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં(South Industry) ખૂબ જ લોકપ્રિય છે. શું તમે જાણો છો આ સુંદર અભિનેત્રી કોણ છે?

Join Our WhatsApp Community

લાલ ડ્રેસમાં જોવા મળતી આ યુવતીને ફેન્સ નેશનલ ક્રશ(National Crush) તરીકે પણ ઓળખે છે. જો તમે હજુ સુધી આ છોકરી ને આ ઓળખી શક્ય હોવ તો, અમે તમને જણાવીએ છીએ કે આ છોકરી બીજું કોઈ નહીં પણ સાઉથ એક્ટ્રેસ નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના(South Actress National Crush Rashmika Mandanna) છે. રશ્મિકાએ તેના ઇન્સ્ટાગ્રામ(Instagram) પર તેના બાળપણનો એક સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતા રશ્મિકાએ લખ્યું, મારા એક્સપ્રેશન પર ધ્યાન ન આપો. મને કહો કે હું કયા ગીત પર ડાન્સ કરી રહી છું.રશ્મિકાના આ ફોટો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રી પોતાની ક્યુટનેસને લઈને ચર્ચામાં રહે છે.

આ સમાચાર પણ વાંચો :  આ વખતે તેના વિચિત્ર કપડાં ને કારણે નહીં પરંતુ તેના અંગત જીવન ને લઈને ચર્ચામાં ઉર્ફી જાવેદ- સંભળાવી પોતાની આપવીતી

રશ્મિકા મંદન્ના પાસે બોલિવૂડના ઘણા પ્રોજેક્ટ છે. અભિનેત્રીની પહેલી હિન્દી ફિલ્મ ‘ગુડ બાય’(Good Bye)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે. આ સિવાય અભિનેત્રી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘મિશન મજનૂ’ માં જોવા મળશે. રશ્મિકાની ફિલ્મ ‘પુષ્પા’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. અભિનેત્રીએ ફિલ્મમાં શ્રીવલ્લીનું પાત્ર ભજવ્યું હતું. અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. અભિનેત્રીને ‘કોમરેડ’ અને ‘ગીતા ગોવિંદમ’ જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મળી હતી.

 

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version