Site icon

વધુ એક સ્ટારકિડ બોલિવૂડમાં ડેબ્યુ કરવા તૈયાર, 17 વર્ષની ઉંમરે મળી મોટી ફિલ્મ, અજય દેવગન ના ભત્રીજા સાથે મળશે જોવા

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની 17 વર્ષની દીકરી રાશા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. રાશા આ સ્ટારકિડ સાથે તેની પ્રથમ ફિલ્મમાં જોવા મળશે.

raveena tandon daughter rasha to bollywood debut opposite ajay devgn nephew aman

વધુ એક સ્ટારકિડ બોલિવૂડમાં ડેબ્યુ કરવા તૈયાર, 17 વર્ષની ઉંમરે મળી મોટી ફિલ્મ, અજય દેવગન ના ભત્રીજા સાથે મળશે જોવા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અવારનવાર નેપોટિઝ્મ ને લઈને ચર્ચા ઓ થતી રહે છે. આ હોવા છતાં, સ્ટારકિડ્સ નું ડેબ્યુ સતત થઈ રહ્યું છે. હવે વધુ એક સ્ટારકિડ ના એક્ટિંગ ડેબ્યૂ ના સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડનની ( raveena tandon ) પુત્રી રાશા ( rasha  ) પોતાના અભિનયની શરૂઆત ( bollywood debut ) કરવા જઈ રહી છે. આ રીતે, 17 વર્ષની રાશા તેની માતાના પગલે ચાલવાની તૈયારી કરી રહી છે. રવિના ટંડનની દીકરી ભલે ફિલ્મો માં ન દેખાઈ હોય પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઈંગ સારી છે.

Join Our WhatsApp Community

 

અજય દેવગનના ભત્રીજા અને રવિના ટંડનની પુત્રીની પ્રથમ ફિલ્મ

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, નિર્દેશક અભિષેક કપૂરે તેની આગામી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે અને તે રવિના ટંડન અને અનિલ થડાની ની પુત્રી રાશા ને આ ફિલ્મથી લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ અનામી ફિલ્મ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક એક્શન-એડવેન્ચર ફિલ્મ હશે અને તેમાં અજય દેવગન મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ, અજય દેવગનનો ( ajay devgn ) ભત્રીજો અમન દેવગન ( amaan ) પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અજય દેવગનનો એવો અવતાર ફિલ્મમાં જોવા મળશે જે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી અને તેના માટે એક ખાસ લુક તૈયાર કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: આ વેપારી સંગઠનનો હિંમતભર્યો નિર્ણય. હવે કોઈપણ બંધમાં બપોરના વાગ્યા સુધી જ  ભાગ લેશે

 રવિના ટંડને વર્ષ 2004માં લગ્ન કર્યા હતા

ઉલ્લેખનીય છે કે રવિના ટંડને 1990ના દાયકામાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. રવિના ટંડનની દીકરી રાશા હવે ફિલ્મી દુનિયામાં આવવા માટે તૈયાર છે. રવીના ટંડને વર્ષ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. આ કપલને રાશા અને રણબીર નામના બે બાળકો છે. જણાવી દઈએ કે રવિના ટંડને લગ્ન પહેલા પૂજા અને છાયા નામની બે છોકરીઓ ને દત્તક લીધી હતી.

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version