Site icon

Raveena tandon: નો કિસિંગ પોલિસી વાળી રવીના ટંડન સાથે કંઈક એવું બન્યું કે થઇ ગઈ ઉલ્ટી, અભિનેત્રી એ જણાવ્યો કિસ્સો

Raveena tandon:રવિના ટંડન પણ તે કલાકારોમાંથી એક છે જેણે ક્યારેય પડદા પર ચુંબન કર્યું નથી. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે તે હંમેશા આ બાબતને લઈને અસ્વસ્થ રહેતી હતી. આકસ્મિક રીતે તેના હોઠને સ્પર્શ થતાં તેને ઉલટી થઈ હતી

raveena tandon recalls incident when she vomited after actors by mistake lips touched her lips

raveena tandon recalls incident when she vomited after actors by mistake lips touched her lips

News Continuous Bureau | Mumbai

Raveena tandon:રવિના ટંડન બોલિવૂડ ના 90 ના દાયકા ની ટોચ ની અભિનેત્રી હતી. રવીના તેના બોલ્ડ અને સ્પષ્ટવક્તા સ્ટાઈલ માટે જાણીતી છે. રવીના ઇન્ડસ્ટ્રી અને દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે.. તાજેતરમાં જ રવિના આવા જ એક નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. રવીનાએ ફિલ્મોમાં તેના ઈન્ટીમેટ કિસિંગ સીન અંગે ખુલાસા કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે તેના સમગ્ર કરિયરમાં નો-કિસિંગ પોલિસીનું પાલન કર્યું છે. તેણે જણાવ્યું કે તેની પાછળનું કારણ એક ચોંકાવનારી ઘટના હતી જે કિસિંગ સીન આપતી વખતે બની હતી.

Join Our WhatsApp Community

 

રવીના ટંડને સંભળાવ્યો કિસ્સો 

રવિના ટંડને તેની કારકિર્દીમાં ઓન-સ્ક્રીન કિસિંગ સીન આપ્યા નથી. આ વિશે મીડિયા સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે તેણે આવું કેમ કર્યું. તેણે કહ્યું કે કિસિંગ સીન આપતા તે ખૂબ જ અસહજ અનુભવે છે. અભિનેત્રીએ જણાવ્યું કે અગાઉ આવા દ્રશ્યોનો ફિલ્મ કોન્ટ્રાક્ટમાં અલગથી ઉલ્લેખ કરવામાં આવતો ન હતો. રવીનાએ જણાવ્યું કે આવો જ એક સીન શૂટ કરતી વખતે પુરૂષ અભિનેતાના હોઠનો સ્પર્શ થતાં જ તેને અસ્વસ્થતા અનુભવાઈ અને તેને ઉલ્ટી થઈ ગઈ. અભિનેત્રીએ કહ્યું કે આ ઘટનાને કારણે શૂટિંગમાં હલચલ મચી ગઈ હતી. બાદમાં પુરૂષ અભિનેતાએ માફી પણ માંગી હતી.

આ  સમાચાર પણ વાંચો : Farah Khan: કયા ‘રાજ’ પર બાયોપિક બનાવશે ફરાહ ખાન? ફિલ્મમેકર ના એક વિડીયો એ વધારી ફેન્સ ની ઉત્સુકતા

રવીના ટંડન નું જીવન  

રવિના ટંડનના પિતા રવિ ટંડન નિર્માતા-નિર્દેશક હતા, છતાં તેમની દીકરીને લોન્ચ કરવાનો વિચાર તેમના મગજમાં આવ્યો ન હતો. રવિનાએ મોડલિંગથી શરૂઆત કરી અને બાદ માં તેને ફિલ્મની ઓફર આવી. તેની પહેલી ફિલ્મ પથ્થર કે ફૂલ હતી જેમાં સલમાન ખાન તેનો હીરો હતો.રવિનાએ બિઝનેસમેન અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. આ પછી તે બે બાળકો રાશા અને રણબીરવર્ધનની માતા બની. તેમની પુત્રી રાશા પણ બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર છે.

Zareen Khan Death: બોલિવૂડમાં શોકનું મોજું: અભિનેતા સંજય ખાનના પત્ની ઝરીન ખાનનું ૮૧ વર્ષની ઉંમરે નિધન
Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા’ના ‘સોઢી’ બન્યા બિઝનેસમેન! ટીવી છોડવાનું કારણ જણાવ્યું, ક્યારે કરશે શોમાં વાપસી?
Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!
Exit mobile version