Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Theater Fight Video: ધમાલ! ‘ધુરંધર 2’ ના શોમાં થિયેટરમાં જ થઈ મોટી ફાઈટ, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

Dhurandhar 2 Theater Fight Video: આદિત્ય ધરની ફિલ્મનો જાદુ કે ગાંડપણ? પડદા પર બદલો લેતો ‘જસકીરત’ અને નીચે લડતા યુવકો; ફિલ્મે 7 જ દિવસમાં 1000 કરોડનો આંકડો વટાવ્યો.

Real-Life Action in Theater: Massive Brawl Breaks Out During Dhurandhar 2 Screening.

Real-Life Action in Theater: Massive Brawl Breaks Out During Dhurandhar 2 Screening.

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Theater Fight Video: રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવન્જ’ હાલમાં સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. એક તરફ ફિલ્મમાં રણવીર સિંહના એક્શનના વખાણ થઈ રહ્યા છે, તો બીજી તરફ થિયેટરની અંદર જ અસલી એક્શનના દ્રશ્યો જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફિલ્મ ચાલતી હોય ત્યારે કેટલાક યુવકો વચ્ચે જોરદાર મારામારી થતી જોવા મળી રહી છે.વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પડદા પર રણવીર સિંહ ‘જસકીરત સિંહ રંગી’ બનીને દુશ્મનોનો ખાતમો કરી રહ્યો છે, ત્યારે થિયેટરની અંદર બેઠેલા કેટલાક યુવકો અંદરોઅંદર ભીડાઈ ગયા હતા. એક યુવકને કેટલાક લોકો મળીને બેરહેમીથી પીટી રહ્યા છે અને લાત-ધૂંસવાળી કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતા યુઝરે લખ્યું, “બંને તરફ ફાઈટ સીન… ધુરંધર 2 થી પ્રેરિત.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ

થિયેટરમાં અફરાતફરી: લોકો જીવ બચાવી ભાગ્યા

થિયેટરની અંદર અચાનક થયેલા આ હંગામાને કારણે પ્રેક્ષકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મારામારીને કારણે ઘણા લોકો પોતાની સીટ પરથી ઉઠીને ભાગતા જોવા મળ્યા હતા. જોકે, આ વીડિયો કયા શહેરનો છે તેની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. લોકો કમેન્ટમાં કહી રહ્યા છે કે રણવીર સિંહનું એક્શન જોઈને આ યુવકોનું લોહી ઉકળી ઉઠ્યું હોય તેમ લાગે છે.


વિવાદો અને હંગામાની વચ્ચે આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર 2’ કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે. ફિલ્મે માત્ર 7 જ દિવસમાં વિશ્વભરમાં 1000 કરોડ ના જાદુઈ આંકડાને પાર કરી લીધો છે. આ સાથે જ તે બોલિવૂડની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ભારતીય બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું અત્યાર સુધીનું નેટ કલેક્શન  627 કરોડ પર પહોંચી ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan KBC 18 Monologue KBC 18 ના મંચ પર બદલાયો અમિતાભ બચ્ચનનો અંદાજ આ કારણે ઊભા રહીને મોનોલોગ ન આપી શક્યા
New TV Show On Neem Karoli Baba ‘હનુમાન અંશ’ ના 400 કરોડના ધમાકા બાદ સોની ટીવીનો માસ્ટરસ્ટ્રોક હવે નીમ કરોલી બાબા પર આવી રહ્યો છે નવો શો, ટીઝર આઉટ
Mukesh Khanna On Ramayan ‘રામાયણ’ માં રણબીર કપૂરના લુકથી નારાજ થયા મુકેશ ખન્ના ભારે VFX ના ઉપયોગ સામે પણ ઉઠાવ્યા સવાલ
Drishyam 3 Advance Booking ‘દ્રશ્યમ ૩’ ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ રિલીઝ અગાઉ જ એડવાન્સ ટિકિટ વેચાણમાં નવો રેકોર્ડ, થિયેટરો હાઉસફુલ
Exit mobile version