Site icon News Continuous Bureau | Mumbai

FWICE On Ranveer Singh| રણવીર સિંહને મોટી રાહત FWICE દ્વારા અસહકારનો આદેશ પાછો ખેંચાયો, ‘ડોન ૩’ વિવાદનો અંત?

FWICE On Ranveer Singh| ઇમ્પા (IMPAA) અને સિંટા (CINTAA) જેવી મોટી સંસ્થાઓની અપીલ બાદ ફેડરેશને નરમ વલણ અપનાવ્યું, રણવીર સિંહની કાનૂની નોટિસનો જવાબ અપાશે.

FWICE On Ranveer Singh| રણવીર સિંહને મોટી રાહત FWICE દ્વારા અસહકારનો આદેશ પાછો ખેંચાયો, ‘ડોન ૩’ વિવાદનો અંત?

FWICE On Ranveer Singh| રણવીર સિંહને મોટી રાહત FWICE દ્વારા અસહકારનો આદેશ પાછો ખેંચાયો, ‘ડોન ૩’ વિવાદનો અંત?

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

FWICE On Ranveer Singh| બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) વચ્ચે ફિલ્મ ‘ડોન ૩’ (Don 3) ને લઈને ચાલી રહેલા હાઈપ્રોફાઈલ વિવાદમાં એક નવો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. રણવીર સિંહને મોટી રાહત આપતા FWICE એ તેમની સામે જારી કરેલો અસહકારનો આદેશ સત્તાવાર રીતે પાછો ખેંચી લીધો છે. અગાઉ ફેડરેશન દ્વારા રણવીર સિંહ પર કામ ન કરવાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેના વિરૂદ્ધ ફિલ્મ જગતની અન્ય ઘણી સંસ્થાઓ અભિનેતાના સમર્થનમાં ઉતરી આવી હતી.

ઇમ્પા, પ્રોડ્યુસર્સ ગિલ્ડ અને સિંટાની વિનંતી બાદ ફેડરેશને લીધો મહત્વનો નિર્ણય

આ સમગ્ર વિવાદ અંગે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ (પત્રકાર પરિષદ) નું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં FWICE ના પદાધિકારીઓએ જણાવ્યું કે રણવીર સિંહ વિરૂદ્ધ અસહકારનો આદેશ આપ્યા બાદ બોલિવૂડની અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ તરફથી તેમને સતત વિનંતીઓ મળી રહી હતી. ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPAA), પ્રોડ્યુસર્સ ગિલ્ડ અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) એ ફેડરેશનને આ મામલો શાંત કરવા અને પ્રતિબંધ હટાવવા માટે સત્તાવાર અપીલ કરી હતી. સાથી સંસ્થાઓના આગ્રહ અને વિનંતીને માન આપીને ફેડરેશને આખરે આ આદેશ પાછો ખેંચી લીધો છે.

રણવીર સિંહ બુડાપેસ્ટ પહોંચ્યો હતો, પદ્મિની કોલ્હાપુરે અને રામગોપાલ વર્માએ કર્યું હતું સમર્થન

ઉલ્લેખનીય છે કે, FWICE ના પ્રતિબંધના નિર્ણય બાદ રણવીર સિંહ કાનૂની લડાઈના મૂડમાં આવી ગયો હતો અને તેણે ફેડરેશન વિરૂદ્ધ કોર્ટના દરવાજા ખટખટાવી લીગલ નોટિસ મોકલી હતી. આ વિવાદ વચ્ચે પણ રણવીર સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધુરંધર’ ના કામકાજ માટે બુડાપેસ્ટ પહોંચી ગયો હતો. ફિલ્મ જગતના દિગ્ગજ ડાયરેક્ટર રામગોપાલ વર્માએ રણવીરનું સમર્થન કરતા ફેડરેશન પર જ પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી, જ્યારે સિંટા (CINTAA) ના ઉપાધ્યક્ષ પદ્મિની કોલ્હાપુરેએ પણ કહ્યું હતું કે “અમને રણવીર પર ગર્વ છે.” આ ચોતરફા દબાણના કારણે જ ફેડરેશને પોતાનો કડક નિર્ણય બદલવો પડ્યો હોવાની ચર્ચા છે.

પ્રતિબંધ હટ્યો પરંતુ કાનૂની લડાઈ ચાલુ રહેશે, નોટિસનો યોગ્ય જવાબ અપાશે: ફેડરેશન

જો કે, અસહકારનો આદેશ પાછો ખેંચવા છતાં ફેડરેશન અને રણવીર સિંહ વચ્ચેની કાનૂની ખેંચતાણ હજુ પૂરી થઈ નથી. પ્રેસ કોન્ફરન્સમાં ફેડરેશને સ્પષ્ટ કર્યું છે કે ભલે તેઓએ શૂટિંગ અને કામકાજની સુવિધા માટે અસહકારનો આદેશ પાછો ખેંચી લીધો હોય, પરંતુ અભિનેતા રણવીર સિંહ તરફથી મોકલવામાં આવેલી લીગલ નોટિસનો તેઓ કાયદાકીય રીતે સણસણતો જવાબ આપશે. આ વિવાદ હળવો થતાં જ હવે રણવીર સિંહની આગામી બિગ બજેટ ફિલ્મો ‘ડોન ૩’ અને ‘ધુરંધર’ ના શૂટિંગના આયોજન સરળ બનશે અને તેનાથી પ્રોડ્યુસરોએ પણ મોટી રાહતનો શ્વાસ લીધો છે.

👉 આ સમાચાર વાચો:
Vastu Tips for Roti।જો તમે પણ ગણીને રોટલી બનાવો છો તો સાવધાન! ઘરમાં આવી શકે છે ગરીબી; જાણી લો રસોડાના આ કડક વાસ્તુ નિયમો

Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Shah Rukh Khan King Promo Attached With Ramayana સિનેમાઘરોમાં ડબલ ધમાકો રણબીર કપૂરની ‘રામાયણ પાર્ટ ૧’ સાથે જોવા મળશે શાહરૂખ ખાનની ‘કિંગ’નો સ્પેશિયલ પ્રોમો
Kriti Sanon Personality Rights AI અને ડીપફેકના દુરુપયોગ સામે કૃતિ સેનન પહોંચી દિલ્હી હાઈકોર્ટ પર્સનાલિટી રાઈટ્સ સુરક્ષિત રાખવા કરી અરજી, કોર્ટે ચુકાદાઓની વિગતો માંગી
Horror Film Obsession OTT Release થિયેટરોમાં ધ્રૂજાવી મૂકનારી સાયકોલોજિકલ હોરર ‘ઓબ્સેસન’ નો અનકટ અવતાર ઓટીટી પર હિન્દીમાં પણ થશે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Exit mobile version