News Continuous Bureau | Mumbai
ન્યાયિક કસ્ટડીમાંથી(judicial custody ) છૂટ્યાના છેલ્લા દિવસે, સુશાંત કેસની આરોપી(Accused in Sushant case), રિયા ચક્રવર્તીએ(Rhea Chakraborty), જેલના કેદીઓ સાથે ડાન્સ(Dance with prison inmates) કર્યો અને ન્યાયિક કસ્ટડીમાંથી છૂટ્યાના છેલ્લા દિવસે તેના ખાતામાં બચેલા પૈસાથી મીઠાઈઓ વહેંચી. તેવી વિગતો તે જ સમયે જેલમાં રહેલાં એક માનવ અધિકાર કાર્યકર્તાએ આપી છે. ભીમા કોરેગાંવ કેસમાં(Bhima Koregaon case) ધરપકડને પગલે ભાયખલ્લા જેલમાં(Byculla Jail) રહેલાં અને ગયા ડિસેમ્બરમાં જેલમાંથી મુક્ત થયેલાં સુધા ભારદ્વાજે એક ઈન્ટરવ્યૂમાં રિયાના જેલવાસ વિશેની કેટલીક વિગતો રજૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ તારીખે થશે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ
રિયા પોતે કોઈ હિરોઈન છે કે ગ્લેમર વર્લ્ડમાંથી આવે છે તેનું કોઈ અભિમાન રાખ્યા વિના એકદમ નમ્રતાથી બધા સાથે હળીભળી ગઈ હતી. તે અરસામાં તેના પર મીડિયા ટ્રાયલ ચાલી હતી પણ રિયાએ એ બધું બહુ ખેલદિલીપૂર્વક સ્વીકાર્યું હતું. જોકે, રિયાને બેરેકને બદલે એક સ્પેશિયલ સેલ માં રાખવામાં આવી હતી અને ત્યાં ટીવી ન હતું. તેમણે કહ્યું કે રિયા ખાસ કરીને મહિલા કેદીઓના બાળકો સાથે ખૂબ જ સારું વર્તન કરતી હતી. બધા હંમેશા રિયા વિશે પૂછતા હતા. છેલ્લા દિવસે જ્યારે બધા તેને વિદાય આપી રહ્યા હતા, ત્યારે તેણે તેના ખાતામાં બચેલા પૈસાથી મીઠાઈઓ ખરીદી અને તમામ બેરેકમાં વહેંચી દીધી. જ્યારે કોઈએ રિયાને વિદાય નૃત્ય કરવાનું કહ્યું, ત્યારે તે બધા સાથે જોડાઈ.
આ સમાચાર પણ વાંચો: શું તારક મહેતા- શોમાં જુના ટપ્પુની થશે એન્ટ્રી- અભિનેતા ભવ્ય ગાંધી એ આ વાત પરથી ઉચક્યો પડદો
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના(Sushant Singh Rajput) મૃત્યુ બાદ તેના પિતાએ રિયા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી અને પૈસાની ઉચાપતનો કેસ દાખલ કર્યો હતો. બાદમાં કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસમાંથી ડ્રગ્સનો કેસ પણ બહાર આવ્યો છે. 28 દિવસ જેલમાં વિતાવ્યા બાદ ઓક્ટોબર 2020માં રિયાને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.
