Site icon News Continuous Bureau | Mumbai

Rhea Chakraborty FIR: રિયા ચક્રવર્તી ની મુશ્કેલી વધી, સુશાંત સિંહ રાજપૂત ના કેસ માંથી છૂટ્યા બાદ હવે આ મામલે અભિનેત્રી વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર

Rhea Chakraborty FIR: રિયા ચક્રવર્તી ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. તાજેતર માં જ રિયા ને સુશાંત સિંહ રાજપૂત ના કેસ માં ક્લીન ચિટ મળી હતી પરંતુ હવે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

Rhea Chakraborty Faces New FIR in Disha Salian Death Case After Clean Chit in Sushant Singh Rajput Case

Rhea Chakraborty Faces New FIR in Disha Salian Death Case After Clean Chit in Sushant Singh Rajput Case

News Continuous Bureau | Mumbai

Rhea Chakraborty FIR: બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી, જેને તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂત કેસમાં ક્લીન ચિટ મળી હતી, તેની મુશ્કેલીઓ ફરીથી વધી છે. 2020માં દિશા સાલિયાન ના મૃત્યુના કેસમાં રિયા સામે ફરીથી FIR નોંધાઈ છે.આ કેસ માં રિયા ઉપરાંત આદિત્ય ઠાકરે, ડિનો મોરિયા, સુરજ પંચોલી અને અન્ય હાઇ-પ્રોફાઇલ નામો સામે FIR નોંધાઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aasif sheikh: ભાભીજી ઘર પર હૈ ના સેટ પર વિભૂતિ નારાયણ ની બગડી તબિયત, હોસ્પિટલ માં દાખલ થયા આસિફ શેખ

દિશા સાલિયાનના પિતાના ગંભીર આક્ષેપ

દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને મુંબઈ પોલીસ કમિશનર અને જ્વાઈન્ટ કમિશનર પાસે લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં રિયા ચક્રવર્તી, આદિત્ય ઠાકરે, ડિનો મોરિયા, સુરજ પંચોલી, પરમબીર સિંહ અને સચિન વાઝેના નામનો ઉલ્લેખ છે. આ કેસમાં પરમબીર સિંહને કવર-અપના મુખ્ય માસ્ટરમાઈન્ડ તરીકે દર્શાવવામાં આવ્યા છે. સતીશ સાલિયાના દાવા મુજબ, દિશાના મૃત્યુ પાછળ ગેંગરેપ અને પ્લાન્ડ હત્યાનો શંકાસ્પદ કિસ્સો છે. 8 જૂન 2020ના રોજ દિશા 14મી માળેથી નીચે પડી હતી, જેને પોલીસ દ્વારા આત્મહત્યા ગણવામાં આવી હતી. પરંતુ દિશાના પિતાએ આ કેસમાં રાજકીય દબાણ અને ડ્રગ્સ કનેક્શનનો ઉલ્લેખ કર્યો છે.


આ FIRમાં આદિત્ય ઠાકરેના ડ્રગ્સ નેટવર્ક સાથેના કનેક્શનનો ઉલ્લેખ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના દસ્તાવેજો મુજબ, આ કેસમાં ડ્રગ્સ કનેક્શન અને કવર-અપના પુરાવા છે. આ કેસમાં દિશાના પિતાના વકીલ એ વધુ તપાસની માંગ કરી છે.સુશાંત સિંહ રાજપૂત કેસમાં ક્લીન ચિટ મળ્યા પછી, રિયા ચક્રવર્તી ફરીથી આ કેસમાં આરોપી તરીકે સામેલ થઈ છે. આ કેસમાં દિશાના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં ફરીથી તપાસની માંગ કરી છે, જેનાથી આ કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version