Site icon

Rhea chakraborty: શું ફરી જેલમાં જશે રિયા ચક્રવર્તી? સીબીઆઈ એ લીધું આ પગલું, જાણો સમગ્ર મામલો

Rhea chakraborty: સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તી ને જેલ થઇ હતી. હાલ અભિનેત્રી જામીન પર બહાર છે. હવે લાગે છે કે રિયા ની મુશ્કેલી વધી શકે છે. CBI હવે લુક આઉટ નોટિસ કેસમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

rhea chakraborty will go to jail again in the sushant singh rajput case

rhea chakraborty will go to jail again in the sushant singh rajput case

News Continuous Bureau | Mumbai

Rhea chakraborty: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સુશાંત ના પરિવારે રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ કર્યો હતો ત્યારબાદ સુશાંત ના મૃત્યુ ની તપાસ દરમિયાન ડ્રગ એંગલ સામે આવતા રિયા ની ધરપકડ કરવામાં આવી હતી. હાલ રિયા જામીન પર બહાર આવી છે. આ બાબતને કારણે અભિનેત્રીને લાંબા સમય સુધી વિદેશ જવા માટે કોર્ટ તરફથી પરવાનગી મળી ન હતી. આ કારણે જામીન મળ્યા બાદ પણ અભિનેત્રી કોર્ટના આદેશથી વિદેશ પ્રવાસ પર જઈ શકી ન હતી, પરંતુ લાંબા સમય બાદ તેને હાઈકોર્ટમાંથી રાહત મળી હતી, પરંતુ આ પછી તરત જ લુક આઉટ નોટિસનો મામલો શરૂ થઇ ગયો છે જે હવે સુપ્રીમ કોર્ટમાં જતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

રિયા ચક્રવર્તી ની વધી મુશ્કેલી 

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તી ને જેલ થઇ હતી. હાલ અભિનેત્રી જામીન પર બહાર છે.આ મામલે સીબીઆઈએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. આ કેસમાં રિયા ચક્રવર્તીએ અરજી દાખલ કરી હતી જેથી તે નોટિસને રદ કરી શકે. વાસ્તવમાં રિયા ચક્રવર્તી નવા વર્ષની રજાઓ મનાવવા માટે વિદેશ ગઈ હતી. આ અંગે બોમ્બે હાઈકોર્ટે 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રિયા ચક્રવર્તીના વિદેશ જવાની લુક આઉટ નોટિસ પર સ્ટે મૂકી દીધો હતો. હવે રિયા નેવિદેશથી વતન પરત ફરતી વખતે ધરપકડનો ડર સતાવી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Aryan khan: શું બોલિવૂડ ના આ સુપરસ્ટાર પર આધારિત છે આર્યન ખાન ની વેબ સિરીઝ ‘સ્ટારડમ’? જાણો કેવી છે સિરીઝ ની વાર્તા

આ સમગ્ર મામલે સીબીઆઈના એક વકીલે રિયાની અરજીનો વિરોધ કર્યો છે. સીબીઆઈ લુકઆઉટ નોટિસને સુપ્રીમ કોર્ટમાં પડકારે તેવી શક્યતા છે. આ કેસની સુનાવણી 30 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે અને હવે તેની સુનાવણી ફેબ્રુઆરીમાં જ થશે. 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version