Site icon News Continuous Bureau | Mumbai

Rimjhim Gire Sawan Real Mumbai Rain Shoot આર્ટિફિશિયલ નહીં પણ મુંબઈના અસલી વરસાદમાં શૂટ થયું હતું ‘રિમઝિમ ગિરે સાવન’ ગીત, અમિતાભ બચ્ચન અને મૌશુમી ચેટર્જીનો રસપ્રદ કિસ્સો

Rimjhim Gire Sawan Real Mumbai Rain Shoot બોલિવૂડના સૌથી રોમેન્ટિક ચોમાસાના ગીતના શૂટિંગ પાછળની અજાણી વાતો, ચાહકોમાં આજે પણ ક્રેઝ

Rimjhim Gire Sawan Real Mumbai Rain Shoot    આર્ટિફિશિયલ નહીં પણ મુંબઈના અસલી વરસાદમાં શૂટ થયું હતું 'રિમઝિમ ગિરે સાવન' ગીત, અમિતાભ બચ્ચન અને મૌશુમી ચેટર્જીનો રસપ્રદ કિસ્સો

Rimjhim Gire Sawan Real Mumbai Rain Shoot આર્ટિફિશિયલ નહીં પણ મુંબઈના અસલી વરસાદમાં શૂટ થયું હતું 'રિમઝિમ ગિરે સાવન' ગીત, અમિતાભ બચ્ચન અને મૌશુમી ચેટર્જીનો રસપ્રદ કિસ્સો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Rimjhim Gire Sawan Real Mumbai Rain Shoot હિન્દી સિનેમા જગતમાં ચોમાસાના વરસાદ અને રોમાન્સને દર્શાવવા માટે સેંકડો ગીતો બનાવવામાં આવ્યા છે, પરંતુ વર્ષ ૧૯૭૯ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મંઝિલ’ (Manzil) નું આઇકોનિક ગીત ‘રિમઝિમ ગિરે સાવન’ આજે પણ લોકોના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. લતા મંગેશકર અને કિશોર કુમારના અવાજમાં ગવાયેલું આ ગીત મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિનેત્રી મૌશુમી ચેટર્જી પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીતની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે તેના શૂટિંગ માટે કોઈ નકલી કે આર્ટિફિશિયલ વરસાદ સેટનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેને મુંબઈના વાસ્તવિક અને ધોધમાર વરસાદમાં જ રસ્તાઓ પર લાઈવ શૂટ કરવામાં આવ્યું હતું.

Rimjhim Gire Sawan Real Mumbai Rain Shoot – ત્રણ દિવસ સુધી સતત વરસાદમાં ભીંજાઈને કલાકારોએ આપ્યા હતા શાનદાર શોર્ટ્સ

એક ઈન્ટરવ્યુ દરમિયાન વરિષ્ઠ અભિનેત્રી મૌશુમી ચેટર્જીએ આ ગીતના નિર્માણ સાથે જોડાયેલી ઘણી મુશ્કેલીઓ અને રમુજી યાદો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે ડિરેક્ટર બાસુ ચેટર્જી આ ગીતને એકદમ વાસ્તવિક લુક આપવા માંગતા હતા. મુંબઈમાં જ્યારે સતત ત્રણ દિવસ સુધી મુસળધાર વરસાદ ચાલુ રહ્યો, ત્યારે આખી ટીમ કેમેરા લઈને દક્ષિણ મુંબઈના રસ્તાઓ પર ઉતરી પડી હતી. કોલાબા, મરીન ડ્રાઈવ અને ફોર્ટ જેવા વિસ્તારોમાં છત્રી વિના આ બંને કલાકારો કલાકો સુધી ભીંજાતા રહ્યા હતા અને ડિરેક્ટરના કટ કહેવા સુધી અદ્ભુત કેમિસ્ટ્રી સાથે પરફોર્મ કરતા રહ્યા હતા.

Rimjhim Gire Sawan Real Mumbai Rain Shoot – વોટરપ્રૂફ મેકઅપ ન હોવાને કારણે સેટ પર બધા હસી પડ્યા હતા

એ જમાનામાં આજની જેમ અત્યાધુનિક વોટરપ્રૂફ પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ નહોતી. મૌશુમી ચેટર્જીએ જણાવ્યું કે સતત પાણી પડવાને કારણે તેમનો કાજલ અને આઈલાઈનર સંપૂર્ણપણે ઓગળી ગયા હતા અને ગાલના બ્લેશ સાથે ભળી ગયા હતા. શોર્ટ પૂરો થયા પછી જ્યારે બધાએ અભિનેત્રીનો ચહેરો જોયો ત્યારે અમિતાભ બચ્ચન સહિત સેટ પર હાજર તમામ ક્રૂ મેમ્બર્સ પોતાનું હસવું રોકી શક્યા ન હતા. આ ઉપરાંત, ભીના થવાને કારણે સાડીનો લીલો રંગ તેમના આખા શરીર પર બેસી ગયો હતો, જેને સાફ કરવામાં કલાકો લાગ્યા હતા.

Rimjhim Gire Sawan Real Mumbai Rain Shoot – ઊંચાઈના તફાવતને બેલેન્સ કરવા માટે અમિતાભ બચ્ચને અપનાવી હતી ખાસ યુક્તિ

ગીતમાં બીજી એક રસપ્રદ વાત એ હતી કે અમિતાભ બચ્ચન અને મૌશુમી ચેટર્જીની હાઈટ એટલે કે ઊંચાઈમાં ઘણો મોટો તફાવત હતો. વરસાદના જોરદાર અવાજમાં મ્યુઝિક સાંભળવું પણ અશક્ય હતું, તેથી ટીમે રૂમાલ હલાવીને શોર્ટ શરૂ અને બંધ કરવાનો ઈશારો નક્કી કર્યો હતો. ચાલતી વખતે બંને સાથે રહી શકે તે માટે અમિતાભ બચ્ચન ખૂબ જ નાના પગલાં ભરીને ચાલતા હતા. આર ડી બર્મનનું શાનદાર સંગીત અને ૭૦ ના દાયકાના મુંબઈની ખુલ્લી સડકોના કારણે આ ગીત આજે પણ વિઝ્યુઅલ ટ્રીટ સમાન છે, જે નવી પેઢીને પણ જૂના જમાનાના રોમાન્સની યાદ અપાવે છે.

👉 આ સમાચાર વાચો:
Stealth Frigate Mahendragiri Navy Commission સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત આ તારીખે નૌકાદળમાં જોડાશે શક્તિશાળી યુદ્ધજહાજ ‘મહેન્દ્રગિરી’

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version