Rio kapadia: શાહરુખ ખાન ના કો-સ્ટાર રિયો કાપડિયા નું થયું નિધન, 66 વર્ષ ની વયે લીધા અંતિમ શ્વાસ

Rio kapadia: હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા રિયો કાપડિયાનું નિધન થયું છે. અભિનેતાએ 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

Rio kapadia passed away who has work in chak de india with shahrukh khan

News Continuous Bureau | Mumbai  

Rio kapadia: હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા રિયો કાપડિયાનું નિધન થયું છે. અભિનેતાએ 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રિયોએ બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું હતું. રિયોએ ‘દિલ ચાહતા હૈ’, ‘ચક દે ઈન્ડિયા’ અને ‘હેપ્પી ન્યૂ યર’ જેવી ઘણી ફિલ્મોમાં સશક્ત ભૂમિકાઓ ભજવી છે. અભિનેતાના નિધનના સમાચાર બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે.રિયોનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. ઈન્ડસ્ટ્રીના લોકો સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું.

Join Our WhatsApp Community

 

રિયો કાપડિયા ના અંતિમ સંસ્કાર 

રિયો કાપડિયાના અંતિમ સંસ્કાર આજે શુક્રવાર, 15 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે મુંબઈના ગોરેગાંવમાં કરવામાં આવશે. આ સમયે રિયોના પરિવારમાં શોકનું વાતાવરણ છે. પરિવારે રિયોના અંતિમ સંસ્કારની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેતાના સમાચાર સામે આવ્યા બાદ મનોરંજન જગતના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. પરિવારની વાત કરીએ તો, રિયો ના પરિવાર માં  તેની પત્ની મારિયા ફરાહ અને બે બાળકો અમન અને વીર છે.

Rio Kapadia passed away

Rio Kapadia passed away

 

રિયો કાપડિયા ની ફિલ્મો 

રિયો કાપડિયા શાહરૂખ ખાનની ‘ચક દે ઈન્ડિયા’, ‘હેપ્પી ન્યૂ યર’ અને ‘દિલ ચાહતા હૈ’ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તે છેલ્લે પ્રાઇમ વિડિયોની તાજેતરની વેબ સિરીઝ ‘મેડ ઇન હેવન 2’ માં શોભિતા ધુલીપાલા, અર્જુન માથુર, કલ્કી કેકલન અને જિમ સરભ અભિનીત સિરીઝ માં જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Jawan OTT: અધધ આટલા કરોડમાં વેચાયા જવાન ના ઓટીટી રાઇટ્સ, જાણો ક્યા ડિજિટલ પ્લેટફોર્મ એ મારી બાજી

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version