Site icon

સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદન્ના સાથે કામ કરવા નથી ઈચ્છતો કાંટારા સ્ટાર રિષભ શેટ્ટી, જાણો શું છે કારણ

rishab shetty dont want to work rashmika mandanna

News Continuous Bureau | Mumbai

કન્નડ સહિત અનેક ભાષાઓમાં ડબ થયેલી ફિલ્મ ‘કાંટારા’એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં છે. અભિનેતા, લેખક અને દિગ્દર્શક ઋષભ શેટ્ટીને ( rishab shetty ) આ ફિલ્મ સાતમા આસમાન પર લઈ ગઈ છે. તાજેતરમાં તેના એક ઈન્ટરવ્યુએ હેડલાઈન્સ મેળવી છે. ઋષભ શેટ્ટીએ રશ્મિકા મંદાનાને ( rashmika mandanna ) બદલે નવી અભિનેત્રીઓ સાથે કામ ( work )  કરવાનું પસંદ કર્યું.

Join Our WhatsApp Community

 એક વેબસાઈટ સાથે વાત કરતા તેણે ઈશારો કર્યો કે તેને રશ્મિકા મંદન્ના ( rashmika mandanna )  સાથે કામ ( work )કરવામાં રસ નથી. અભિનેત્રીએ વર્ષ 2016માં ઋષભ શેટ્ટી ( rishab shetty )  દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કિરિક પાર્ટી’ થી સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું હતું.ઋષભને વેબસાઈટ સાથેના એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તે કઈ અભિનેત્રી સાથે કામ કરવા ઈચ્છશે. આ દરમિયાન તેને ચાર વિકલ્પો આપવામાં આવ્યાઃ રશ્મિકા મંદન્ના, કીર્તિ સુરેશ, સાઈ પલ્લવી અને સામંથા.ઋષભે તરત જ જવાબ આપ્યો, “હું મારી સ્ક્રિપ્ટ પૂરી કર્યા પછી મારી અભિનેત્રીઓને પસંદ કરું છું. હું નવા આવનારાઓ સાથે કામ કરવાનું પસંદ કરું છું કારણ કે તેઓ કોઈપણ મુશ્કેલી વિના કામ કરે છે.ઋષભ શેટ્ટીએ રશ્મિકા મંદન્નાનું નામ લીધા વિના કહ્યું કે મને ‘આ’ પ્રકારની અભિનેત્રી પસંદ નથી. નવી હિરોઈન સાથે કામ કરવું મને વધુ અનુકૂળ આવે છે.

આ સમાચાર પણ વાંચો:  દિલ્હી હાઈકોર્ટે યસ બેંકના ભૂતપૂર્વ MD-CEO રાણા કપૂરને મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા

ઋષભ શેટ્ટીએ આવું કહેવા પાછળનું કારણ રશ્મિકા મંદન્ના ( rashmika mandanna ) નો જૂનો ઇન્ટરવ્યૂ છે, જેમાં રશ્મિકાએ રિષભ શેટ્ટી ( rishab shetty ) અને રક્ષિત શેટ્ટીના પ્રોડક્શન હાઉસ વિશે ટિપ્પણી કરી હતી.વાત એમ હતી કે, રશ્મિકા મંડન્નાએ તેની કારકિર્દીની શરૂઆત પરમવાહ સ્ટુડિયોની ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી કરી હતી, જેના મલિક રિષભ શેટ્ટી અને રક્ષિત શેટ્ટી હતા. રક્ષિતે આમાં લીડ એક્ટરનો રોલ કર્યો હતો, ફિલ્મના શૂટિંગ દરમિયાન રક્ષિત અને રશ્મિકા નજીક આવ્યા હતા.રક્ષિત અને રશ્મિકાએ સગાઈ પણ કરી લીધી હતી, જોકે 14 મહિના પછી બંનેએ સંબંધ તોડી નાખ્યો હતો. આ કારણથી રશ્મિકાએ એક વખત પરમવાહ સ્ટુડિયો વિશે કમેન્ટ કરી હતી, જેના કારણે ઋષભ શેટ્ટી તેનાથી નારાજ છે.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version