Site icon News Continuous Bureau | Mumbai

જ્યારે રણબીર કપૂરે આ સીન માટે ઋષિ કપૂરની માંગી સલાહ તો તેણે કહ્યું- તમે રાજ કપૂર…

ગીતના શૂટિંગ વખતે રણબીર કપૂરને લિપ સિંક ની સમસ્યા થઈ રહી હતી. ત્યારબાદ તેણે પિતા ઋષિ કપૂરને ફોન કર્યો.

rishi kapoor adviced to ranbir kapoor for lip sync

જ્યારે રણબીર કપૂરે આ સીન માટે ઋષિ કપૂરની માંગી સલાહ તો તેણે કહ્યું- તમે રાજ કપૂર..

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર બોલિવૂડના પ્રખ્યાત કલાકારોમાંથી એક છે. કપૂર પરિવારનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે ઘણો જૂનો નાતો છે. પહેલા પરદાદા પૃથ્વીરાજ કપૂર, પછી દાદા રાજ કપૂર તેમના પછી ઋષિ કપૂર અને પછી રણબીર કપૂરે બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. ફિલ્મ એક્ટિંગ દરમિયાન રણબીર વચ્ચે વચ્ચે તેના પિતા પાસેથી સલાહ લેતો હતો. ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે જ્યારે રણબીર કપૂરે એક્ટિંગ દરમિયાન તેમની પાસેથી સલાહ લીધી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Join Our WhatsApp Channel

 

 ઋષિ કપૂરે કર્યો ખુલાસો 

આ વાતનો ખુલાસો દિવંગત અભિનેતા ઋષિ કપૂરે ‘આપ કી અદાલત’માં કર્યો હતો. તેણે તે સમયને યાદ કર્યો જ્યારે રણબીરને એક ગીતમાં લિપ સિંક કરવામાં તકલીફ પડતી હતી. ઋષિએ કહ્યું, “રણબીરે મને તે દિવસે ફોન કર્યો હતો. ત્યારે જ તેણે મને ફોન કરીને સ્ક્રીન પર ગાવાની ટિપ્સ માંગી. મેં તેને કહ્યું કે તમે રાજ કપૂરના પૌત્ર છો, ઋષિ કપૂરના પુત્ર છો અને તમે મને આ પૂછો છો? તેણે મને કહ્યું કે તે જાણતો નથી કે તે કેવી રીતે કરવું?”ત્યાર બાદ ઋષિ કપૂરે રણબીરને કહ્યું કે કેવી રીતે મોટેથી ગાવું જે ઓરિજિનલ લાગે. “મેં તેને એટલા જોરથી ગાવાનું કહ્યું કે તમારા સહ-અભિનેતાને લાગે કે તમે સંપૂર્ણપણે ધૂન ની બહાર છો.”તમને જણાવી દઈએ કે ઋષિ કપૂરે 1970ના દાયકામાં એક પછી એક હિટ ફિલ્મો આપી અને તેઓ શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક બની ગયા. વર્ષ 2020 માં તેમનું અવસાન થયું.

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version