Site icon

પુત્ર ના લગ્ન નહિ પરંતુ આ હતી ઋષિ કપૂરની અંતિમ ઇચ્છા જે અધૂરી રહી ગઇ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર(Rishi Kapoor) ભલે આ દુનિયામાં નથી, પરંતુ આજે પણ તેઓ તેમના ચાહકોના દિલમાં વસે છે.ઋષિ કપૂર કેન્સર (cancer) ની બીમારી થી પીડાઈ રહ્યા હતા.તેમને  વર્ષ 2018 થી 2020 સુધી કેન્સર સામે લાંબી લડાઈ લડી હતી અને વર્ષ 2020માં તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. આજે એટલે કે  30મી એપ્રિલે તેમની પુણ્યતિથિ છે.

Join Our WhatsApp Community

ઋષિ કપૂરની (Riahi Kapoor)બીજી પુણ્યતિથિ પર તેમનો પરિવાર અને ચાહકો તેમને યાદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે  ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યુમાં (Interview) કહ્યું હતું કે તે મૃત્યુ પહેલા પોતાના પૌત્ર-પૌત્રીઓ (Grand children) સાથે સમય પસાર કરવા માંગે છે.વાસ્તવમાં ઋષિ કપૂરેએક મીડિયા હાઉસ ને  આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રણબીર કપૂર (Ranbir kapoor) જેની સાથે ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે, તેને પુત્રની પસંદગીમાં કોઈ સમસ્યા નથી. આ સાથે, અભિનેતાએ ઇન્ટરવ્યુમાં એ પણ કહ્યું કે તે મરતા પહેલા તેના પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરવા માંગે છે. આ સિવાય ઋષિ કપૂરે આલિયા અને રણબીર (Ranbir-Alia) વચ્ચેના સંબંધો પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે – "જે પણ છે તે બધા જાણે છે. મારે આ વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી."

આ સમાચાર પણ વાંચો: શાહિદ કપૂરે સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે મિલાવ્યો હાથ, રાજ-ડીકેની આ વેબ સિરિઝ સાથે કરશે OTT ડેબ્યૂ

તમને જણાવી દઈએ કે ઋષિ કપૂરે  (Riahi Kapoor)તેમના પુત્ર રણબીરના લગ્નનું  (Ranbir wedding)સપનું અને પૌત્ર-પૌત્રીઓ સાથે સમય વિતાવ્યા વિના આ દુનિયા છોડી દીધી. ઋષિ કપૂરના મૃત્યુના લગભગ 2 વર્ષ પછી, કપૂર પરિવારમાં ફરી એક ખુશીની ક્ષણ જોવા મળી હતી અને તે હતી ઋષિ અને નીતુ ના પુત્ર  રણબીરના લગ્ન. રણબીરે 14 એપ્રિલે આલિયા ભટ્ટ સાથે તેના  ઘર 'વાસ્તુ'માં (Vastu) સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા.અને આ લગ્નના દરેક પ્રસંગ માં ઋષિ કપૂર ને યાદ કરવામાં આવ્યા હતા. કપલના લગ્નમાં એવી કોઈ ક્ષણ નહોતી, જેમાં ઋષિ ની ઝલક જોવા ન મળી હોય.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version