Site icon

દિવંગત એક્ટર ઋષિ કપૂરનો છેલ્લો ઈન્ટરવ્યુ આવ્યો ચર્ચામાં, સેક્સ અને ફિલ્મો વિશે કહી આ વાત

વેલેન્ટાઈન ડેના અવસર પર, 'ફાધર ઓફ રોમાન્સ' તરીકે જાણીતા યશ ચોપરા પર બનેલી ડોક્યુમેન્ટ્રી 'ધ રોમેન્ટિક્સ' ઓટીટી પર રિલીઝ કરવામાં આવી છે. બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ 'ધ રોમેન્ટિક્સ' માં ભારતીય સિનેમામાં યશ ચોપરાના યોગદાન વિશે વાત કરે છે. આ દિગ્ગજ કલાકારો માં દિવંગત બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરનો ઈન્ટરવ્યુ ઘણો લોકપ્રિય થયો છે

rishi kapoor says after sex cinema is the only best form of- entertainment during his last interview

દિવંગત એક્ટર ઋષિ કપૂરનો છેલ્લો ઈન્ટરવ્યુ આવ્યો ચર્ચામાં, સેક્સ અને ફિલ્મો વિશે કહી આ વાત

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ યશ ચોપરાના બેનર ‘યશ રાજ ફિલ્મ્સ’ હેઠળ બની છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ‘યશ રાજ’ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. ‘યશ રાજ ફિલ્મ્સ’ શરૂ કરનાર યશ ચોપરા પરની એક ડોક્યુમેન્ટરી તાજેતરમાં OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ છે. આ ડોક્યુમેન્ટ્રીમાં બોલિવૂડના મોટા કલાકારો ઈન્ટરવ્યુ આપતા જોવા મળશે. આ મોટા કલાકારોમાં દિવંગત બોલિવૂડ એક્ટર ઋષિ કપૂર પણ ઇન્ટરવ્યુ આપતા જોવા મળશે. આ સીરીઝમાં ઋષિ કપૂરે આપેલો ઈન્ટરવ્યુ ચર્ચામાં આવી ગયો છે.

Join Our WhatsApp Community

 

શું છે યશ ચોપરા પર બનેલી ડોક્યુમેન્ટ્રી માં 

‘ફાધર ઓફ રોમાન્સ’ કહેવાતા યશ ચોપરા પર બનેલી ડોક્યુમેન્ટ્રી સીરિઝ ‘ધ રોમેન્ટિક્સ’ માં આપણને યશ ચોપરા વિશે ઘણી બાબતો જાણવા મળશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું નામ કેવી રીતે વધ્યું? આ સિવાય તેને રોમાન્સનો પિતા કેમ કહેવામાં આવે છે તેની પાછળ પણ ઘણી બાબતો બહાર આવશે. આ સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની સફર અને ફિલ્મો પ્રત્યેના પ્રેમ વિશે પણ ઘણી બાબતો બહાર આવશે.આ સીરીઝમાં બોલીવુડના દિગ્ગજ કલાકારો યશ ચોપરા ના કામ વિશે વાત કરતા અને તેમની યાદોને તાજી કરતા જોવા મળશે. આ સિરીઝ માં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન, કરણ જોહર, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રાની મુખર્જી થી લઈને રણવીર સિંહ, ભૂમિ પેડનેકર જેવા ઘણા બોલિવૂડ કલાકારો જોવા મળશે અને યશ ચોપરા વિશે ઘણી ખાસ વાતો શેર કરશે. આ સીરિઝમાં દિવંગત બોલિવૂડ એક્ટર ઋષિ કપૂર પણ જોવા મળશે.

 

ઋષિ કપૂરે કહી આવી વાત 

એક રિપોર્ટ અનુસાર, આ સિરીઝના ડાયરેક્ટર સ્મૃતિ મુંદ્રાને આપવામાં આવેલો ઋષિ કપૂરનો આ છેલ્લો ઈન્ટરવ્યુ છે. આ સિરીઝ માટે એક ઈન્ટરવ્યુમાં સ્મૃતિ મુંધરા સાથે વાત કરતી વખતે ઋષિ કપૂરે ફિલ્મો વિશે એક વાક્ય કહ્યું હતું. તે એવું હતું કે “સેક્સ પછી ફિલ્મો એ મનોરંજનનો સૌથી મોટો સ્ત્રોત છે.” તેમના દ્વારા કહેવામાં આવેલ આ વાક્ય ચર્ચામાં આવ્યું છે.જ્યાં આ એપિસોડમાં ઋષિ કપૂર અને પત્ની નીતુ કપૂરે યશ ચોપરા વિશે ઘણી વાતો કરી હતી, તો ઋષિ કપૂરે પણ પોતાની પહેલી રોમેન્ટિક સુપરહિટ ફિલ્મ ‘ચાંદની’ વિશે ખુલીને વાત કરી હતી. ઋષિ કપૂર અને અન્ય ઘણા કલાકારોએ યશ ચોપરા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી છે. તમે Netflix પર આ શ્રેણી જોઈ શકો છો.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version